Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનામાં બેડ ન્યૂઝઃ રેટિંગ એજન્સી S&Pએ ભારતના વિકાસદરનું રેટિંગ ઘટાડી દીધું

કોરોનામાં બેડ ન્યૂઝઃ રેટિંગ એજન્સી S&Pએ ભારતના વિકાસદરનું રેટિંગ ઘટાડી દીધું

0
44

ગ્લોબલ રિટંગ ફર્મ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે ગત સપ્તાહે મોદી સરકારને ચેતવી હતી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનામહામારી વધતા વૌશ્વિક રેટિંગ એજન્સી S&Pએ ભારતના વૃદ્ધિદર (GDP)નું રેટિંગ ઘટાડી (S&P India rating down)દીધું. સરકારની મહેસુલી સ્થિતિ પહેલાંથી જ દબાણ હોવાનું જણાવી એજન્સીએ કોવિડની બીજી લહેર ભારતમાં આર્થિક સુધારને પાટા પરથી ઉતારી શકવાની આશંકા જતાવી છે.

ગ્લોબલ રોટિંગ ફર્મ S&Pએ ચાલુ નાણાવર્ષ (2021-22) માટે ભારતનો ગ્રોથ રેટ 11 ટકાથી ઘટાડી 9.8 ટકા કરી દીધો. એજન્સીએ વર્તમાન ભારતીય અર્થતંત્ર માટે ‘BBB’ રેટિંગ આપી છે અને આઉટલૂક સ્થિર રાખ્યું છે.

આ પણ વાંચોઃ કોરોના સંકટ વચ્ચે માથુ ઉચકી રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન ‘મ્યૂકોરમાઈકોસિસ’, ડાયાબિટીસના દર્દીઓને વધુ ખતરો

2021-22માં ઘાલખાદ્ય જીડીપીનો આશરે 14 ટકા

નોંધનીય છે કે નાણાવર્ષ 2021-22માં ફિસ્કલ ડેફિસિટ (ઘાલખાદ્ય) જીડીપીનો આશરે 14 ટકા રહી. જ્યારે સરકાર પર દેવાનો કુલ બોજો જીડીપીના આશરે 90 ટકા છે. તેથી ભારતીય અર્થતંત્રની ઝડપ પર કોરોનાની નવી લહેરની કેટલી ગાઢ અસર રહે છે, તે બહુ મહત્વનું છે.

સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે ગત સપ્તાહે જ ભારતને ચેતવ્યું હતું કે જો આવી રીતે કેસો વધતા રહેશે તો આર્થિક પ્રવૃત્તિઓની ઝડપ ધીમી પડી જશે અને તેની સીધી અસર ભારતીય વિકાસદર પર (S&P India rating down)પડશે. એસ એન્ડ પીએ અવું પણ કહ્યું હતું કે જે રીતે આર્થિક સુધાર માટે મોદી સરકાર નાણાકીય સ્થિતિ પર દબાણ વધારી રહી છે, તેનાથી ચાલુ નાણાવર્ષમાં હાઇ ગ્રોથ રેટ જરુરી છે. એજન્સીએ ભારત પર વધી રહેલા દેવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

લોકલ લોકડાઉનથી મોબિલિટીને અસર

એસ એન્ડપીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કેન્દ્રે રાજ્યોને પોતાના સ્તરે લોકડાઉન લગાવવાની મંજૂરી આપી દીધી છે. ઘણા રાજ્યોમાં સ્થાનિક અને પૂર્ણપણે લાકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ખરાબ રીતે પ્રભાવિત (S&P India rating down)થઇ છે. ખાસ કરીને કન્ઝ્યૂમર રિટેઇલ અને એરપોર્ટ જેવા બિઝનેસમાં મોબિલિટીના કારણે બહુ સમસ્યા સર્જાઇ રહી છે. આર્થિક સુધાર નહીં થાય તો બેન્કો પર બેડલોનનો બોજ વધતો જશે.

આ પણ વાંચોઃ કોરોનાની અસર: એપ્રિલમાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવી, દેશમાં બેરોજગારીનો દર 8% એ પહોંચ્યો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat