Gujarat Exclusive > યુથ > મનોરંજન > કોરોના સામેની જંગમાં બોલિવૂડ સેલેબ્સ ક્યાં ખોવાયા? સાઉથ સ્ટાર્સે ખોલ્યો ખજાનો

કોરોના સામેની જંગમાં બોલિવૂડ સેલેબ્સ ક્યાં ખોવાયા? સાઉથ સ્ટાર્સે ખોલ્યો ખજાનો

0
1271

જીવલેણ કોરોના વાઈરસ માત્ર લોકોના જીવ જ નથી લઈ રહ્યો, પરંતુ આ મહામારીની અસર દેશની અર્થ વ્યવસ્થા પર પણ પડી રહી છે. દેશના અર્થતંત્રને પણ કોરોનાના કારણે મોટુ નુક્સાન થઈ રહ્યું છે. આ જીવલેણ વાઈરસના પ્રકોપની અસર ખેલ અને મનોરંજન જગત પર પણ એટલી જ વર્તાઈ રહી છે. અનેક ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ હાલ પુરતા ઠપ્પ થઈ ગયા છે અને અનેક મોટી ટૂર્નામેન્ટો પણ રદ્દ કરવાની ફરજ પડી છે.

એક તરફ અનેક ફિલ્મોના શૂટિંગ રઝળી પડ્યા છે, તો બીજી તરફ અનેક ફિલ્મોની રીલિઝ ડેટ હાલ પુરતી ટાળી દેવામાં આવી છે. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુક્શાન થઈ રહ્યું છે.

વિશ્વભરના લોકોને આ વાઈરસના કારણે નુક્સાન ભોગવવું પડી રહ્યું છે, Covid-19 ને ફેલાતો રોકવા માટે સરકારે 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉનની સૌથી વધુ અસર મજૂર અને શ્રમજીવીઓને થઈ રહી છે, કારણ કે તેમની રોજી-રોટી રોકાઈ ગઈ છે. આ મહામારી સામેની લડાઈમાં અનેક જાણીતા ચહેરાઓ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારનો સાથ આપવા આગળ આવ્યા છે. જેમાં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેકત સુપર સ્ટાર આ મહામારી સામેની લડાઈમાં સરકાર અને પીડિતોની સાથે ઉભા છે.

જો કે બોલિવૂડના કલાકારો હાલ શાંત છે. અત્યાર સુધી બી-ટાઉનની ખાન ત્રિપુટી જેવી સલમાન, શાહરૂખ અને આમિર ખાન ઉપરાંત અનેક મોટી સેલિબ્રિટી તરફથી ડોનેશન આપવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. બોલિવૂડના સ્ટાર માત્ર સોશિયલ મીડિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ પર સલાહો આપવાનું અને હાથ ધોવાનું જ શીખવી રહ્યા છે, જ્યારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક પછી એક સ્ટાર તરફથી રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ સાઉથના ક્યા-ક્યા સ્ટાર્સે કોરોનો સામેની જંગમાં સરકારને કેટલી સહાય આપી છે.

→ સાઉથની તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાવર સ્ટાર તરીકે ઓળખતા પવન કલ્યાણે કોરોના સામેની જંગમાં બે કરોડ રૂપિયા રાહત ફંડમાં આપ્યા છે.

→ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રિન્સ ગણાતા મહેશ બાબુએ કોરોના સામેની જંગમાં 2 કરોડ રૂપિયા રાહત ફંડમાં આપ્યા છે.

→ સાઉથ સુપર સ્ટાર ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજાએ પણ કોરોના માટે 70 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

→ સાઉથમાં ભગવાન તરીકે પૂજાતા રજ્નીકાંતિ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની માતૃ સંસ્થા ફિલ્મ એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયાને 50 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

→ સાઉથના સુપર સ્ટાર કમલ હાસને તો આવા કપરા સમયમાં પોતાનું ઘર જ જનસેવા માટે ખોલવાની જાહેરાત કરી દીધી છે. કમલ હાસને તો પોતોના ઘરને જ પીડિતો માટે કામચલાઉ હોસ્પિટલ બનાવી દીધી છે.