Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > BCCIના અધ્યક્ષ ગાંગુલીની મહિનામાં બીજી વખત તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

BCCIના અધ્યક્ષ ગાંગુલીની મહિનામાં બીજી વખત તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

0
103

સૌરવ ગાંગુલીએ હજુ 2 જાન્યુઆરીએ અટેક આવતા એન્જીયોપ્લાસ્ટિ કરાવી હતી

કોલકાતાઃ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly ill)ની મહિનામાં બીજી વખત તબિયત બગડી ગઇ. તેમને કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ અટેક આવતા વુડલેન્ડ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટિ કરાવવી પડી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડ ( BCCI)ના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિનામાં જ બીજી વાર તેમની તબિયત બગડતા વુડલેન્ડ હોસ્પિટલની સીઇઓ ડોક્ટર રુપાલી બસુએ જણાવ્યું કે દાદા (સૌરવ ગાંગુલી)ને નસોમાં લોહીનો અટકતા તેનું પરીક્ષણ કરાવવું પડશે.

આ પણ વાંચોઃ  BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ

7 જાન્યુઆરીએ જ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી

નોંધનીય છે કે 2 જાન્યુઆરીએ તેમને જીમમાં તબિયત બગડતા (Sourav Ganguly ill) વુડલેન્ડ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં હાર્ટ એટેક આવ્યાની જાણ થઇ હતી. તેથી બીજા દિવસે તેમને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પછી 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા મળી હતી.

48 વર્ષીય ગાંગુલીના દિલની બે નસોમાં હજુ બ્લોકેજ

વુડલેન્ડ હોસ્પિટલના ડોક્ટરના કહેવા પ્રમાણે 48 વર્ષીય સૌરવ ગાંગુલીને દિલની નસોમાં સ્ટેન્ટ નાંખવામાં આવ્યું છે. તેમજ તેમના દિલની નસોમાં બે બ્લોકેજ હતું. તેથી હોસ્પિટલે આ બ્લોકેજ માટે ફરી એન્જીયોપ્લાસ્ટી અંગે નિર્ણય લેવાનો હતો.

દરમિયાન ગાંગલીને ફરી છાતીમાં દુઃખાવો (Sourav Ganguly ill) ઉપડ્યો. રજા મળી ત્યારે ગાંગુલીની તબિયત સારી હતી અને ડોક્ટરોએ તેમને નિયમિત ચેકઅપની સલાહ આપી હતી.

સૌરવનું બ્લોકેજ ક્રિટિકલ હતું: ડોક્ટર

વુડલેન્ડ હોસ્પિટલમાં સૌરવની સારવાર કરનારા ડોક્ટર આફતાબ ખાને જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલીના દિલમાં બે બ્લોકેજ (Sourav Ganguly ill) હતા. હોસ્પિટલનાં સીઇઓ ડો. રુપાલી બસુ અને ડો. સરોજ મંડલે પણ જણાવ્યું હતું કે તેમના દિલના બ્લોકેજ ક્રિટિકલ હતા.

આ પણ વાંચોઃ ‘તાંડવ’ના કલાકાર અને નિર્માતાને ફટકો, સુપ્રીમ કોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

ભારતના સફળ કેપ્ટનોમાં ગાંગુલીની ગણતરી

સૌરવ ગંગુલીની ભારતના સફળ કેપ્ટનોમાં ગણતરી થાય છે. ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમી છે. તેમણે 1996માં ઇંગ્લેન્ડ સામેની ડેબ્યુ મેચમાં જ સદી બનાવી ક્રિકેટ કરિયરની ધમાકેદાર શરૂઆત કરી હતી. ગાંગુલીએ 49 ટેસ્ટ અને 147 વનડેમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી.

ડાબોડી સ્ટાઇલિશ બેટેસમેન ગાંગુલીએ 113 ટેસ્ટમાં 42.17ની સરેરાશથી 7212 રન કર્યા. જેમાં 16 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. તો 311 વનડેમાં 41.02ની એવરેજથી 111363 રન નોંધાવ્યા. જેમાં 22 સદી અને 72 અડધી સદીનો સામેલ છે.

ગાંગુલીની કેપ્ટનશિપમાં જ ટીમ ઇન્ડિયાએ ભારત અને દેશની બહાર જીતવાની ક્ષમતા પૂરવાર કરી હતી.

સૌરવ ગાંગુલીના રેકોર્ડ્સ Sourav Ganguly ill news

  • – 1983 બાદ 2003માં ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચી.
  • -2001માં ગાંગુલીના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી(શ્રીલંકા)ની ફાઇનલમાં પહોંચ્યું.
  • -2002માં ઇંગ્લેન્ડ સામે નેટ વેસ્ટ સીરિઝ જીતી, શર્ટ ઉતારી લહેરાવતા ચર્ચામાં આવ્યા
  • -2003ના દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડકપની ફાઇનલમાં પણ ભારત પહોંચ્યુ હતું.

ગાંગુલીના ભાજપમાં સમાવેશની અટકળો હતી

સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળમાં દાદા તરિકે જાણીતા છે. તેઓ કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. પરંતુ થોડા સમય પહેલાં રાજ્યપાલ ધનખડ સાથે તેમની મુલાકાત બાદ ભાજપમાં તેમના સમાવેશની અટકળો થવા લાગી હતી.

આ પણ વાંચોઃ IPL2021 Auction ચેન્નાઇમાં યોજાશે, સામે આવી તારીખ

રાજકીય દબાણને કારણે તબિયત બગડવાનો આરોપ હતો

રાજ્યપાલ ધનખડે સોશિયલ મીડિયા પર ગાંગુલીની મુલાકાતની તસવીરો શેર કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી હતી. પરંતુ દરમિયાનમાં તેમને એટેક આવતા તૃણમુલ અને ડાબેરી નેતાઓએ આરોપ મુક્યો હતો કે ગાંગુલી રાજકીય દબાણને કારણે અટેક આવ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9