Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > માળિયા: વાડીએથી પરત ફરી રહેલ મહિલા પર વીજળી પડતા મૃત્યુ

માળિયા: વાડીએથી પરત ફરી રહેલ મહિલા પર વીજળી પડતા મૃત્યુ

0
111

સૌરાષ્ટ્રમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્રમાં જોવાઈ છે. ત્યારે એક મહિલા પોતાની વાડીમાં કામ કરી રહી હતી ત્યારે તેના પર વીજળી પડતા તેનું મોત થયું છે.

સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે એકનો ભોગ લીધો છે. માળિયાના ગામમાં એક મહિલાનું વીજળી પડવાથી મોત થયું હતું. માળિયાના મંદરકી ગામે સવિતાબહેન ખેતરમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. વીજળી પડતા ઇજા પામેલા સવિતા બહેનને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં જ છેલ્લો શ્વાસ લીધો હતો. આ સિવાય ભાવનગરમાં પણ એક મકાન પર વીજળી પડતા તેને નુકસાન થયુ હતુ, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી

સૌરાષ્ટ્રમાં વરસાદની ફરીથી રમઝટ

સૌરાષ્ટ્રમાં ફરી પાછો વરસાદ ત્રાટક્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્રમાં જોવાઈ છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું.

રાજકોટમાં પણ અચાનક જ સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ બફારાથી છૂટકારો મેળવ્યો તો. તેની સાથે ભાવનગર જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર ભાણી ભરાયા હતા.

આ પણ વાંચો: BREAKING: સૌરાષ્ટ્રમાં વરસાદની ફરીથી રમઝટ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી અને ખેડૂતોમાં ચિંતા

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બફારાનું પ્રમાણ વધ્યુ છે. તેના પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, મહુવા, તળાજા, ઘોઘા સહિતના તાલુકોણાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ અચાનક ભારે વરસાદ વરસ્યો હતો. તેના પગલે શહેનરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે.

ભાવનગર અને સિહોરમાં અઢી અને પોણા ચાર ઇંચ વરસાદ બન્યો છે. જ્યારે ગીર-સોમનાથમાં પણ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના વીસ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વરસાદના લીધે મગફળી અને કપાસના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. હાલમાં મગફળી કાઢવાની સીઝન ચાલી રહી છે. બીજી તરફ વરસાદી મગફળીનો તૈયાર પાક પલળી રહ્યો છે. ખેડૂતોને પણ ચિંતા છે કે કપાસમાં આવેલો ફાલ સતત વરસાદ ચાલુ રહે તો ખરી જાય અને તેના કારણે કપાસનો પાક બળી જવાની ભીતિ છે.