Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીના કાર્યક્રમ વિરુદ્ધ કેવડિયા બંધ નિષ્ફળ બનાવવા તંત્ર સક્રિય: આ ગામોએ બંધનો કર્યો વિરોધ

PM મોદીના કાર્યક્રમ વિરુદ્ધ કેવડિયા બંધ નિષ્ફળ બનાવવા તંત્ર સક્રિય: આ ગામોએ બંધનો કર્યો વિરોધ

0
169
  • કેવડિયા, કેવડિયા કોલોની, ભુમલિયા, કોઠી ગભણા, ભૂતિયાદરા સહિતના ગામોના આગેવાનોએ કેવડિયા બંધનો વિરોધ કર્યો pm modi news today
  • કેવડિયા બચાવો આંદોલન સમિતિના આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા પર રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 31મી ઓક્ટોબરે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 14 ગામના આદિવાસીઓએ “કેવડિયા બચાવો આંદોલન સમિતિ” ના નેજા હેઠળ PM મોદીના કાર્યક્રમનો વિરોધ (sou-modi-adivasi-protest)કર્યો હતો, એમણે સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગો મૂકી હતી અને જો એ માંગો પુરી નહિ થાય તો આંદોલન કરવાની અને 30-31 ઓક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપ્યું હતું. pm modi news today

PM મોદીના કાર્યક્રમ દરમીયાન સંભવિત કેવડિયા બંધના એલાનને (sou-modi-adivasi-protest)પગલે ખળભળાટ મચ્યો હતો.મોદીના કાર્યક્રમ પહેલા ડો.પ્રફુલ્લ વસાવા પર બે પોલીસ કેસ નોંધાયા છે તો બીજી બાજુ કેવડિયા, કેવડિયા કોલોની, ભુમલિયા, કોઠી ગભણા, ભૂતિયાદરા સહિતના ગામોના આગેવાનોએ કેવડિયા બંધનો વિરોધ કર્યો છે.આ બન્નેવ ઘટના PM મોદીના કાર્યક્રમ વિરુદ્ધ કેવડિયા બંધને નિષ્ફળ બનાવવા પોલીસ તંત્રની કાર્યવાહીનો જ એક ભાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં ભાજપ ઉમેદવારની સભામાં કોંગ્રેસની કોર્પોરેટરના પતિ અને કાર્યકરે ઇંડા નાંખ્યા

PM મોદીનો કાર્યક્રમ યોજાય એ પેહલા જ “કેવડિયા બચાવો આંદોલન સમિતિ” ના આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા પર રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જો કે જાણવા મળ્યા મુજબ ડો.પ્રફુલ્લ વસાવા પોલિસ પકડથી દૂર છે.

બીજી બાજુ ડો.પ્રફુલ્લ વસાવા વિરુદ્ધ નર્મદા જિલ્લા (sou-modi-adivasi-protest)ભાજપ આદિજાતિ મોરચા ઉપપ્રમુખ અને સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.નિરંજન વસાવાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ડો.પ્રફુલ્લ વસાવાએ મને બદનામ કરવા મારી વ્યક્તિગત અને સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાના હેતુથી સોશિયલ મીડિયામાં મારી વિરુદ્ધની એક પોસ્ટ વાયરલ કરી છે.જેથી જાહેર કાયદો વ્યવસ્થા અને શાંતિ ભંગ થાય છે. pm modi news today

આ પણ વાંચોઃ ગઠિયાઓએ મહિલા કોર્પોરેટરને પણ ન છોડી, ધોળા દહાડે ચેઇન સ્નેચિંગ

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ડો.પ્રફુલ્લ વસાવા વિરુદ્ધ ઈ.પી.કો.કલમ- 500, 501, 505(1)બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.એક પછી એક બે પોલીસ ફરિયાદ નોંધાતા ડો.પ્રફુલ્લ વસાવા પોલીસના સકાંજામાં ફસાઈ રહ્યા છે જેથી PM મોદીના કાર્યક્રમનો વિરોધ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો

બીજી બાજુ કેવડિયા (કોઠી) ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ ભીખાભાઈ તડવીએ નર્મદા જિલ્લા કલેકટર અને પોલિસ વડાને લખ્યો છે.એ મુજબ કેવડિયા, કેવડિયા કોલોની, ભુમલિયા, કોઠી ગભણા, ભૂતિયાદરા સહિતના ગામોના આગેવાનોએ ચર્ચા કરી કેવડિયા બંધનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ મસ્જિદમાંથી વિવાદાસ્પદ નિવેદન આપનાર આરોપી સામે પાસાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો

કેવડિયા વિસ્તારના અનેક પ્રશ્નો બાબતે આ વિસ્તારના (sou-modi-adivasi-protest)આગેવાનોની ગુજરાત સરકાર સાથે વાટા ઘાટો ચાલી રહી છે, અમને વિશ્વાસ છે કે સરકાર અમારા પ્રશ્નો હલ કરશે.અમારા વિસ્તારમાં સંઘર્ષનું વાતાવરણ બન્યું રહે એ માટે કેટલાક લોકો સંગઠન બનાવી જુઠાણું ફેલાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એને અમે વખોડીએ છે.અમારા વિસ્તાર સુખ, શાંતિ, સમૃદ્ધિ આવવાની છે ત્યારે આવા અમુક અસામાજિક તત્વો નિમ્ન પ્રકારની હરકતો કરી અમારા લોકોને અલગ દિશામાં લઈ જવા માંગે છે.અમારા વિસ્તારને બદનામ કરી અધોગતિ તરફ જતો રોકવા યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતિ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિરુદ્ધ કેવડિયા બચાવો આંદોલન સમિતિના નેજા હેઠળ ડો.પ્રફુલ્લ વસાવાની આગેવાનીમાં જ વિવિધ આંદોલન ચલાવાઈ રહ્યા છે.ત્યારે કેવડિયા (કોઠી) ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચે પત્ર દ્વારા આડકતરી રીતે ડો.પ્રફુલ્લ વસાવાની વિરુદ્ધ કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા પોલીસને રજુઆત કરી હોવાનું એક તબક્કે દેખાઈ રહ્યું છે. pm modi news today