Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ઈકો સેન્સેટિવ ઝોન-SOU સત્તા મંડળથી આદિવાસીઓને ફાયદો કે નુકસાન, જાણો, શુ કહ્યુ પૂર્વ મંત્રીએ?

ઈકો સેન્સેટિવ ઝોન-SOU સત્તા મંડળથી આદિવાસીઓને ફાયદો કે નુકસાન, જાણો, શુ કહ્યુ પૂર્વ મંત્રીએ?

0
429
  • ઈકો સેન્સેટિવ ઝોનમાં ખેડૂતોની માલિકી હક પર કોઈ તરાપ નહિ મારે

  • કેવડિયા સત્તા મંડળને 1 ઈંચ જમીન પણ સંપાદન કરવાની સત્તા નથી

  • કેવડિયા સત્તા મંડળ પાસે બિન અધિકૃત બાંધકામ તોડવા અને દંડ કરવાની સત્તા છે

  • કેવડિયા સત્તા મંડળ કોઈ પાસેથી જમીન લેવાની નથી

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: સરકારે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ અમલમાં મુકેલો સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી) કાયદાનો સ્થાનિક આદિવાસીઓ ખૂબ વિરોધ કરી રહ્યા છે, એ વિરોધ શાંત પડ્યો નથી ત્યાંતો નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા એનો પણ એટલો જ વિરોધ થઈ રહ્યો છે. BTP અને કોંગ્રેસ એમ કહી રહી છે કે આ બન્નેવ કાયદાથી આદિવાસીઓને મોટું નુકશાન થશે જ્યારે ભાજપ એમ કહી રહી છે કે BTP અને કોંગ્રેસ આદિવાસીઓને ભરમાવે છે.

ગુજરાત સરકારના પૂર્વ વન રાજ્ય મંત્રી શબ્દશરણ તડવીએ ગુજરાત એક્સકલુઝીવ સાથેની ખાસ વાતચીત જણાવ્યું હતું કે,

“ઈકો સેન્સેટિવ ઝોનની જો વાત કરીએ તો ખેડૂતોના માલિકી હક પર કોઈ તરાપ નહિ મારે, તમે પરંપરાગત ખેતી કરો અથવા તમારો કોઈ ધંધો કરો એના પર પણ આ કાયદામાં કોઈ નિયંત્રણ નથી. પણ ખેતી લાયક જમીનમાં ઉદ્યોગો માટે અથવા તો કોઈ બીજા ધંધા માટે NA કરાવવા જાવ તો પરવાનગી લેવી પડે, પણ એ ઉદ્યોગો પ્રદુષણ અને અવાજ કરતા ન હોવા જોઈએ.”

શબ્દશરણ તડવીએ જણાવ્યું કે,”સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી) કાયદાની જો વાત કરીએ તો કેવડિયા સત્તા મંડળને 1 ઈંચ જમીન પણ સંપાદન કરવાની સત્તા નથી, એ કાયદાથી કોઈ ગામો પણ સરકાર ખાલી નહિ કરાવે.કેવડીયા સત્તા મંડળ વિકાસને નિયંત્રિત કરવાનું કામ કરે, અનિયત્રિત વિકાસ નહી થાય.ખાનગી માલિકીની જમીનમાં કોમર્શિયલ બેઝ ઉપર હોટેલો, રહેઠાણોના પ્લાન બનાવે એની પર આજે પણ નિયંત્રણ તો છે.”

આ પણ વાંચો: 5મી જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 રસીકરણની પ્રથમ ડ્રાય રન યોજાશે

કેવડિયા સત્તા મંડળનું કામ પણ એ જ મુજબનું છે.ટાઉન પ્લાનિંગ વગર વિકાસ શક્ય જ નથી, ટાઉન પ્લાનિંગ વખતે 40 % જમીન હેરાફેરી માટે રસ્તો બનાવવા, શાળા બનાવવા, દવાખાનું બનાવવા ખાલી રાખવી એવો કાયદો તો હમણાં પણ છે જ, અને એ જમીનના સરકાર પૈસા પણ ચૂકવે છે.

શબ્દશરણ તડવીએ જણાવ્યું કે, કેવડિયા સત્તા મંડળ પાસે બિન અધિકૃત બાંધકામ તોડવા અને દંડ કરવાની સત્તા છે.કેવડિયા સત્તા મંડળ કોઈ પાસેથી જમીન લેવાની નથી, અને જો કેવડિયા સત્તા મંડળ વિસ્તારમાં વિકાસ નહિ થાય તો સરકાર કોઈની જમીન નહિ લે.આ કાયદો ફક્ત ખેડૂતો માટે નિયંત્રિત નથી કર્યો સરદાર સરોવર નર્મદા નિગમે પણ જો વિકાસ કરવો હશે તો એમણે પણ કેવડિયા સત્તા મંડળની પરવાનગી લેવી જ પડશે.જ્યારથી કેવડિયા સત્તા મંડળનો કાયદો આવ્યો છે ત્યારથી એ વિસ્તારમાં NA પ્રક્રિયા બંધ છે, ટાઉન પ્લાનિંગ પણ બંધ છે.સતા મંડળની પહેલી બેઠક થશે ત્યાર પછી બધી કામગીરી ચાલુ થશે.કેવડિયા સત્તા મંડળ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ અથવા વિકાસ માટેની મંજુરી ઝડપથી મળી જશે સમય પણ બચશે નિયમ મુજબ NA પરમિશન પણ પણ જલ્દી મળશે જેથી વિકાસ ઝડપથી થશે.

શબ્દશરણ તડવીએ જણાવ્યું કે સરદાર સરોવર ડેમના 6 ગામ કેવડિયા, કોઠી,નવગામ, લીમડી, ગોરા અને વાગડીયા ગામના લાભાર્થીઓનો પ્રશ્ન પણ હલ થવાની અણીએ જ છે.નર્મદા ડેમના મુખ્ય સરોવરમાં અને 4 તળાવમાં જેમની 25% જમીન ડૂબમાં ગઈ હોય અને જે લોકો અસરગ્રસ્તોની વ્યાખ્યામાં ન આવતા હોય એ લોકો 1978 માં આવેલા ટ્રીબ્યુનલના ચુકાદો મુજબ સરદાર સરોવર નર્મદા ડેમના લાભાર્થીઓ બન્યા.

આ પણ વાંચો: એક બે નહીં બલ્કે રામોલ પોલીસ મથકના પી.આઇ. સામે આઠ અરજીઓ થઇ છે

આ 6 ગામ પૈકી જે લોકોની જમીન 1961-62 માં સંપાદન થઈ હોય એમની નવી એક પણ ઇંચ વધારાની જમીન નર્મદા નિગમ સંપાદન કરવા માંગતી નથી.ગોરા ગામમાં કોઈનું ઘર જતું નથી, સંપાદન થયેલી જમીનમાં લોકોએ લાભ લઈ લીધા છે એ જમીન એમણે ખાલી કરવી પડે એની સામે પણ સરકર પેકેજ આપે છે.1961-62 માં જે લોકોની જમીન સંપાદન થઈ હતી એમની પેઢીના જે લોકો હયાત છે, જે અલગ કુટુંબ અને અલગ રેશનકાર્ડ ધરાવે છે એમને સરકાર સવા ગૂંઠાનો પ્લોટ અને મકાન આપે છે, તો બીજી બાજુ વળતર આપ્યા પછી પણ જમીન સામે જમીન આપવાનું નક્કી કયું છે.

જે અસરગ્રસ્તોની વ્યાખ્યામાં નથી આવતા એ લોકો 6 ગામના લાભાર્થી કહેવાય.એ 6 ગામનું વિયર ડેમનું પેજેક 2013 બહાર પડ્યું હતું એ પેકેજ લાગુ પડશે.જેને જમીન નથી જોઈતી એમને પૈસા આપી દેવામાં આવશે.અને જે જમીન ગઈ હોય એના વળતર સ્વરૂપે સરકારી જંત્રીનું 4 ગણું વળતર સરકાર આપશે.

આ પણ વાંચો: ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની ઐસી તૈસી કરી રહેલાં રામોલ પી.આઇ

શબ્દશરણ તડવીએ જણાવ્યું કે કેવડિયા ગામની અંદર ઘણી જમીનો સંપાદિત નથી થઈ એ જમીનમાં ઘર છે એ ઘર અને ગામતળમાં જે ઘરો છે એને સરકાર અડવા પણ માંગતી નથી.હવે જેની જમીન ગઈ હોય એને બહાર જમીન મળશે પણ રહેવાનું તો કેવડીયામાં જ છે.કેવડીયામાં એક જગ્યા નક્કી કરી લેવલ કરી લોકો સંપત્તિ આપે એટલે પ્લોટ પાડી મકાન તૈયાર કરી આપવાના છે, કેવડીયામાં જે લોકો સરકારી જમીનમાં છે એ લોકોએ ખાલી કરવું પડશે.આ બધી બાબતોને રાજકીય રીતે ઊંઘી રીતે લોકો દર્શાવી રહ્યા છે અને સ્થાનિકોને ભ્રમિત કરી રહ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9