Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > હવે ટૂંક સમયમાં તમે ઈન્ટરનેટ વગર કરી શકશો ડિજિટલ પેમેન્ટ

હવે ટૂંક સમયમાં તમે ઈન્ટરનેટ વગર કરી શકશો ડિજિટલ પેમેન્ટ

0
25

આરબીઆઇએ ડિજિટલ પેમેન્ટની દુનિયાને બદલવાની એક મોટી જાહેરાત કરી હતી. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે દેશમાં હવે ટૂંક સમયમાં ઇન્ટરનેટ વગર પણ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આનાથી દેશના અંતરિયાળ વિસ્તારો કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી ત્યાં લોકોને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ બનશે.

આનાથી અર્થતંત્રને કેશલેસ બનાવવામાં પણ મદદ મળશે. શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આ માટે એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. હવે આરબીઆઇની યોજના ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ એક રૂપરેખા બનાવવાનો છે.

આટલુ જ નહીં આરબીઆઇએ આઇએમપીએસ(ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ)થી છતા ઓનલાઇન પેમેન્ટની લિમિટ પણ વધારી દીધી છે. આગઉ આઇએમપીએસ દ્વારા ફક્ત બે લાખ રૂપિયા સુધીનું જ પેમેન્ટ થઇ શકતું હતું પરંતુ હવે આનાથી પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે. આનો સૌથી મોટો ફાયદો બેંકમાંથી રિટેલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને મળશે.

ઉલ્લેખનીય છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ)ની આઇએમપીએસ(ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ) એક મહત્ત્વપૂર્ણ પેમેન્ટ પ્રણાલી છે. જે ૨૪ કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા પ્રદાન કરે છે. આ સુવિધા ઇન્ટરનેટ બેકિંગ, મોબાઇલ બેકિંગ એપ, બેંક શાખાઓ, એટીએમ, એસએમએસ અને આઇવીઆરએસ જેવા માધ્યમથી ઉપલબ્ધ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat