Gujarat Exclusive > રાજનીતિ > સંજય રાઉતની આલોચના બાદ સોનૂ સૂદે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથે કરી મુલાકાત

સંજય રાઉતની આલોચના બાદ સોનૂ સૂદે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથે કરી મુલાકાત

0
550

મુંબઈ: પ્રવાસી મજૂરોની મદદ કરીને ચર્ચામાં આવેલા સોનૂ સૂદે 7-જૂને માતોશ્રીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાતના ટાઈમિંગને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતની આલોચના બાદ આ મુલાકાત ગોઠવવામાં આવી છે.

આ મુલાકાત અંગે સંજય રાઉતે ટ્વીટર પર લખ્યું છે કે, આખરે સોનુ સૂદ મહાશયને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ઘરનું સરનામું મળી ગયું છે. માતોશ્રી પહોંચી ચૂક્યા છે, જય મહારાષ્ટ્ર..

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મંત્રી આદિત્ય ઠાકરેને તેમના આવાસ માતોશ્રીમાં મુલાકાત બાદ સોનૂ સુદે જણાવ્યું કે, જ્યાં સુધી આખરી પ્રવાસી ઘરે નહીં પહોંચે, હું મારૂ કામ કરતો રહીશ. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક રાજનીતિક પાર્ટીઓએ મારૂ સમર્થન કર્યું છે અને હું તમામનો આભાર માનું છું. કોરોના લૉકડાઉનમાં ફસાયેલા અને જરૂરિયાત મંદ લોકોને દરેક દેશવાસીઓએ મદદ કરવી જોઈએ.

વાસ્તવમાં સંજય રાઉતે સોનૂ સુદ પર આકરા પ્રહાર કરતા પોતાની કૉલમ “રોકટોક” પર લખ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન અચાનક સોનૂ સૂદ નામથી નવા મહાત્મા તૈયાર થઈ ગયા. આટલી ચતુરાઈ સાથે કોઈને પણ મહાત્મા બનાવી શકાય છે? તેમણે આગળ લખ્યું કે, કહેવાય છે કે, સોનૂ સૂદે લાખો પ્રવાસી મજૂરોને અન્ય રાજ્યોમાં તેમના ઘરે પહોંચાડ્યા. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે કશું જ નથી કર્યું.

રાઉતે કહ્યું હતું કે, સોનૂ સૂદના ચહેરાના આગળ કરીને મહારાષ્ટ્રના કેટલાક રાજનીતિક તત્વો ઠાકરે સરકારને નિષ્ફળ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ભાજપના કેટલાક લોકો સોનૂ સુદને આગળ કરીને પ્રવાસી ઉત્તર ભારતીય મજૂરોમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સોનૂ સુદ એક અભિનેતા છે. પૈસા લઈને જે ઈચ્છે તે સમાજમાં બોલવું અને અભિનય કરવો તેનો વ્યવસાય છે. સોનૂ સુદની રાજનીતિક મહત્વકાંક્ષા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, સોનૂ સુદની આગામી રાજનીતિક ફિલ્મ કંઈ હશે? તેનો ખુલાશો જલ્દી થશે.

ગુજરાતમાં મોટાભાગના મંદિરોના દ્વાર ખુલ્યા, જાણો કેવી છે તૈયારીઓ