Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સોનિયા ગાંધીએ MLA ઇમરાન ખેડાવાલાના ટેલિફોનિક ખબરઅંતર પૂછ્યા

સોનિયા ગાંધીએ MLA ઇમરાન ખેડાવાલાના ટેલિફોનિક ખબરઅંતર પૂછ્યા

0
1599

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇમરાન ખેડાવાલાની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા છે. ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઇમરાન ખેડવાલાની ખબર પણ પૂછી હતી. હાલમાં અમદાવાદમાં કોંગ્રેસના સિનિયર નેતા બદરુદ્દીન શેખની તબિયત નાજુક છે અને હાલમાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. વેન્ટીલેટર પર હોવાને લઇ તેમના પ્રશંસકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.

અમદાવાદમાં કોરોનાના નવા 143 કેસ આવતા હાહાકાર

લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 143 કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2 અને આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ મળી આવ્યા છે.

રાજ્યના 66 લાખ કુટુંબના ખાતામાં 1000 નાખશે ગુજરાત સરકાર

રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન આપવામાં આવ્યુ છે. લોકડાઉન વચ્ચે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર રાજ્યના 66 લાખ કુટુંબોને રૂપિયા 1000 રૂપિયા આપશે. સોમવારથી દરેક કુટુંબના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવશે. સરકાર પોતાની પાસે રહેલા ડેટામાંથી જ પૈસા જમા કરાવશે. રાજ્ય સરકાર ઉપર 660 કરોડનો બોજો પડવાનો છે.

ગરીબો માટે મહત્વની જાહેરાત

રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યની રૂપાણી સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ હેઠળ 66 લાખ પરિવારોને સોમવારથી તેમના એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરવામાં આવશે. એપ્રિલ મહિના માટે વધુ એક હજાર રૂપિયાની સહાયતા પણ રાજ્ય સરકાર આપશે. આ સહાયની રકમ તમામ લાભાર્થી કુટુંબના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

કોટ વિસ્તારમાં કોરોના બેકાબૂ, નવા નોંધાયેલા 143 કેસમાંથી 99% કરફ્યુગ્રસ્ત વિસ્તારના