Gujarat Exclusive > રાજનીતિ > સોનિયા ગાંધી આજે 17 વિપક્ષી પાર્ટીઓ સાથે કરશે બેઠક, કોરોના પર થશે ચર્ચા

સોનિયા ગાંધી આજે 17 વિપક્ષી પાર્ટીઓ સાથે કરશે બેઠક, કોરોના પર થશે ચર્ચા

0
152

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો અને લૉકડાઉનના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓની સંયુક્ત બેઠક બોલાવી છે. આ બેઠક 22-મે એટલે કે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે. સુત્રો અનુરાસ, સોનિયા ગાંધી વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠકની આગેવાની કરશે. જેમાં 17 રાજનીતિક પાર્ટીઓએ આ બેઠકમાં સામેલ થવા પર સહમતિ દર્શાવી છે.

આ અંગે શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે. જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હજુ સુધી બેઠકમાં સામેલ થવાને લઈને કોઈ જાણકારી હજુ સુધી આપી નથી.

આજે બપોરે 3 વાગ્યે યોજનારી આ બેઠકમાં લૉકડાઉન વચ્ચે ફસાયેલા પ્રવાસી મજૂર અને કથળતી જતી અર્થ વ્યવસ્થા પર ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચોથા તબક્કાનું લોકડાઉન 31-મે સુધી વધારવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રવાસી મજૂરોની માઠી દશા થઈ છે. સેંકડો મજૂરો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે. જો કે કેન્દ્ર સરકારે આવા પ્રવાસી મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે. આમ છતાં સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી જઈ રહી છે. લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરોએ પગપાળા જ પોતાના વતનની વાટ પકડી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોનાનો કહેર: અમદાવાદ અને સુરત દેશના ટોપ-10 સંક્રમિત શહેરોમાં સામેલ