Gujarat Exclusive > રાજનીતિ > કોરોના-લૉકડાઉન: મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આક્રમક, સોનિયા ગાંધીએ બદલી રણનીતિ

કોરોના-લૉકડાઉન: મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આક્રમક, સોનિયા ગાંધીએ બદલી રણનીતિ

0
1048

નવી દિલ્હી: દેશમાં ફેલાયેલા કોરોના વાઈરસના સંક્રમણને લઈને કેન્દ્રની મોદી સરકારનું કેટલું સમર્થન કરવાનું છે? અને કંઈ હદ સુધી સરકારની કમીઓને ઉજાગર કરીને પોતાના માટે રાજકીય વર્ચસ્વ ઉભું કરવું છે? કોંગ્રેસ તેના પર કામ કરી રહી છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મજૂરો માટે ટ્રેનનું ભાડુ કોંગ્રેસ દ્વારા ચૂકવવાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો, તો બીજી તરફ બુધવારે કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓની બેઠકમાં મોદી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યાં. જેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, કોંગ્રેસ હવે મોદી સરકાર વિરૂદ્ધ આક્રમક વલણ દાખવી રહી છે.

જણાવી દઈએ કે, કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને સચેત કરતા રહ્યા. આમ છતાં દેશના દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી હોવા છતાં કોંગ્રેસ કોરોના વિરૂદ્ધ લડાઈમાં મોદી સરકારની સાથે જોવા મળી રહી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને માત્ર લૉકડાઉન લાગૂ કરવા સહિત અન્ય પગલાઓનું પણ સમર્થન કર્યું હતું અને આશ્વાસન પણ આપ્યું હતું કે, કોંગ્રેસ સંપૂર્ણ રીતે કોરોના વિરૂદ્ધની જંગમાં સરકારના દરેક પ્રયત્નને ટેકો આપશે.

જો કે હવે જ્યારે દેશમાં કોરોના મહામારીને બે મહિના થવા જઈ રહ્યાં છે અને લૉકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યાકે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા બખૂબી ભજવવા સજ્જ થઈ ગયું છે. કોંગ્રેસે લૉકડાઉન અને તેના પછીની યોજના દરમિયાન ગરીબો, મજૂરો અને નાના વેપારીઓના હિતોને નજર અંદાજ અને ભારતીય અર્થ વ્યવસ્થા પર કોરોનાના દુષ્પ્રભાવ વિશે ધ્યાન દોરવા સાથે મોદી સરકારને આડેહાથ લેવાનું શરૂ કરી દીધુ છે.

લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોની ઘર વાપસી માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, પરંતુ પ્રવાસી મજૂરો પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવી રહ્યાં છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને મજૂરોના ભાડાની ચૂકવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરીને મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

સોનિયા ગાંધીએ કહ્યું કે, જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભાડુ લેવામાં નથી આવતું, તો પછી પ્રવાસી મજૂરો પાસેથી કેમ વસૂલવામાં આવી રહ્યું છે? મજૂરો પાસે ખાવા-પીવાના દવાની વ્યવસ્થા પણ નથી અને એવામાં તેમની પાસેથી ભાડૂ વસૂલવુ ખોટું છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મોદી સરકાર પરને પૂછ્યું કે, 17-મે બાદ શું થશે? લૉકડાઉન યથાવત રહેશે? સરકાર પાસે લૉકડાઉન ખતમ થયા બાદ શું રણનીતિ છે? આજ બેઠકમાં મનમોહન સિંહે જણાવ્યું કે, મુખ્યમંત્રીઓએ ભારત સરકારને આ વિશે પૂછવું જોઈએ કે, દેશને લૉકડાઉનમાંથી બહાર નીકાળવા માટે તેમની પાસે કંઈ યોજના છે?

કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ મોદી સરકાર વિરૂદ્ધ બાંયો ચઢાવી છે. પંજાબના CM અમરિન્દર સિંહ અને પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસામીએ આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકારોની સલાહ વિના જ કેન્દ્ર સરકારે ઝોનનું વર્ગીકરણ કરી દીધુ છે. દિલ્હીમાં બેઠેલા લોકો રાજ્યોની સ્થિતિથી જરાય વાકેફ નથી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલે જણાવ્યું કે લૉકડાઉનના પગેલ રાજ્યમાં આર્થિક સંકટ છે. કેન્દ્ર સરકાર પાસે સતત આર્થિક પેકેજ માંગવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ જવાબ નથી મળી રહ્યો.

બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકારની આકરી આલોચના કરી રહ્યાં છે. રાહુલ ગાંધી ટ્વીટ કરવાથી લઈને વીડિયો માધ્યમથી રઘુરામ રાજન અને અભિજીત બેનર્જી સાથે વાતચીત કરીને વડાપ્રધાન મોદીની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

‘એક શામ ઘરવાલી કે નામ..!’ લૉકડાઉને પુરૂષોની આંખો ખોલી, ગૃહિણીઓની આરતી ઉતારી કરાયું સમ્માન