Gujarat Exclusive > રાજનીતિ > કોરોના સંકટ: સોનિયા ગાંધીએ વિપક્ષની બોલાવી બેઠક, પ્રવાસી મજૂરોની સમસ્યા પર થશે ચર્ચા

કોરોના સંકટ: સોનિયા ગાંધીએ વિપક્ષની બોલાવી બેઠક, પ્રવાસી મજૂરોની સમસ્યા પર થશે ચર્ચા

0
186

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો અને લૉકડાઉનના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓની સંયુક્ત બેઠક બોલાવી છે. આ બેઠક 22-મે એટલે કે શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સામેલ થવા માટે 15 વિપક્ષી પાર્ટીઓએ પોતાની સહમતિ દર્શાવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં લૉકડાઉન વચ્ચે ફસાયેલા પ્રવાસી મજૂર અને કથળતી જતી અર્થ વ્યવસ્થા પર વાટાઘાટો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચોથા તબક્કાનું લોકડાઉન 31-મે સુધી વધારવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રવાસી મજૂરોની માઠી દશા થઈ છે. સેંકડો મજૂરો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે. જો કે કેન્દ્ર સરકારે આવા પ્રવાસી મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે. આમ છતાં સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી જઈ રહી છે. લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરોએ પગપાળા જ પોતાના વતનની વાટ પકડી છે.

વિપક્ષી પાર્ટીઓની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ડીએમકે નેતા સ્ટાલિન, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હાજર રહી શકે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

VIDEO: સુપર સાઈક્લોન ‘અમ્ફાન’ની અસર શરૂ, ઓડિશામાં પવન સાથે ધોધમાર વરસાદ