Gujarat Exclusive > દેશ-વિદેશ > Sonia Gandhiનો મોટો આરોપઃ PM મોદી સરકાર ખેડૂતો લોહીના આંસૂ રડાવી રહી છે

Sonia Gandhiનો મોટો આરોપઃ PM મોદી સરકાર ખેડૂતો લોહીના આંસૂ રડાવી રહી છે

0
250
  • કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું – PM મોદી લોકતંત્રને સમજતા જ નથી
  • ગાંધીજી અને લાલબહુદર શાસ્ત્રીની જયંતિએ વીડિયો સંદેશ કર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે PM મોદી લોકતંત્ર શું છે? તે સમજતા જ નથી. હાલ દેશમાં કોરોના મહામારી વચ્ચે ખેડૂત બિલ અને હાથરસ રેપકાંડના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે સોનિયા ગાંધીને શુક્રવારે એક વીડિયો સંદેશ જારે કરી મોદી સરકાર પર પ્રહારો કર્યા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને 151ની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 116મી વર્ષગાંઠ પર સોનિયા ગાંધીએ દેશમાં પ્રવર્તમાન જલદ મુદ્દાઓ પર મોદી સરકાર પર ચાબખા માર્યા.

આ પણ વાંચોઃ Gandhi Jayanti: જાણો ગાંધીજી કેવી રીતે ઉજવતા હતા પોતાનો જન્મદિવસ

ગાંધીજી કહેતા હતા, દેશની આત્મા ભારતના ખેડૂતમાં વસે છે

Sonia Gandhiનો મોટો આરોપઃ PM મોદી સરકાર ખેડૂતો લોહીના આંસૂ રડાવી રહી છેએ કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે ભારતની આત્મા દેશના ગામો અને ખેતરોમાં વસે છે. પરંતુ આજે દેશનો ખેડૂત કૃષિ કાયદાનો વિરોધ કરવા રોડ પર આવી ગયો છે.

પરંતુ આજે દેશનો ખેડૂત રોડ પર છેઃ Sonia Gandhi

સોનિયા ગાંધી એ કહ્યું કે આજે દેશના ખેડૂત અને ખેત-મજૂરો ખેડૂત વિરોધી ત્રણે કાળા કાયદા સામે વિરોધ કરવા આંદોલન કરી રહ્યા છે. પોતોનો લોહી-પરસેવો રેડી અનાજ ઊગાડનારા અન્નદાતાને મોદી સરકાર લોહીના આસૂં રડાવી રહી છે.

આ પણ વાંચોઃ ગ્રેટર નોઈડામાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત 203 નેતાઓ વિરુદ્ધ FIR દાખલ

તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન અમે બધાએ સરકાર પાસે તમામ જરુરિયાતમંદોને વિના મુલ્યે અનાજ પહોંચાડવાની માગ કરી હતી. તો શું ખેડૂત ભાઇઓ વિના આ શક્ય હતું કે આપણે કરોડો લોકોને બે ટંકના ભોજનની વ્યવસ્થા કરી શક્યા હોત.

ગણ્યા ગાંઠ્યા મિત્રોના લાભ માટે કાયદો

સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આરોપ મૂક્યો કે આજે પીએમ નરેન્દ્ર મોદી આપણ ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે. ખેડૂતો માયે બનાવાયેલા કાયદા માટે ખેડૂતો સાથે જ કોઇ વાત કરાઇ નથી માત્ર ગણિયા-ગાંઠિયા મિત્રોને લાભ પહોંચાડવા આ કાળો કાયદો બનાવી દીધો અને તેને સંસદમાં પસાર પણ કરી દીધો. જ્યારે તેનો વિરોધ કરાયો તો લોઠીચાર્જ કરવામાં આવ્યો.

સંગ્રહખોરોને છૂટોદોર મળે જશે Sonia Gandhi

સોનિયા ગાંધી (એ કહ્યું કે ખેડૂત અને ખેત-મજૂર ભાઇ બહેન આખરે શું ઇચ્છે છે? માત્ર એટલું જ કે પોતાની મહેનતનું યોગ્ય વળતર મળે તેવે કાયદા હોય. વળી આ તો તેમનો મુળભૂત અધિકાર છે. પરંતુ મોદી સરકારે શું કર્યું. હવે અનાજ મંડળીઓ ખતમ કરી દેવાશે. સંગ્રહખોરોને અનાજનો સંગ્રહ કરવાનો છૂટો દોર મળી જશે અને ખેડૂત ભાઇઓની જમીન મૂડીવાદીઓને સોંપી દેવાશે. ત્યારે કરોડો નાના ખેડૂતોની સુરક્ષા કોણ કરશે?

સોનિયા ગાંધીએ કહ્યું ક ખેડૂતોની સાથે ખેત-મજૂર અને ખેતર ભાડે લેનારાનું ભવિષ્ય જોડાયેલું છે. ઉપરાંત અનાજ મંડળીઓમાં કામ કરતા નાના દુકાનદારો અને મંડળીના મજૂરોનું શું થશે. તેમના અધિકારોની સુરક્ષા કોણ કરશે. શું મોદી સરકારે તેમના ભવિષ્યનું વિચાર્યું છે?

આ પણ વાંચોઃ નોટબંધી નિષ્ફળ! નકલી નોટોનો કારોબાર હજુ પણ યથાવત

લોકતંત્રમાં દેશવાસીઓની સંમત્તિથી કાયદો બને છે

સોનિયા ગાંધી (Sonia Gandhi)એ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા દરેક કાયદો લોકોની સંમત્તિથી બનાવ્યો. કાયદો બનાવતા પહેલાં લોકોના હિતોને હંમેશા ઉપર રાખ્યો. લોકતંત્રનો મતલબ પણ એ છે કે દેશમાં દરેક નિર્ણય દેશવાસીઓની સંમત્તિથી લેવાય પરંતુ મોદી સરકાર તેને માનતી નથી. મોદી સરકાર ખરું તો લોકતંત્રને સમજતી જ નથી. હું કહેવા માંગુ છું કે ખેડૂત અને કોંગ્રેસનું આ આંદોલન જરુર સફળ થશે અને ખેડૂત ભાઇઓની જીત થશે. જય હિન્દ.