Gujarat Exclusive > રાજનીતિ > ઘરે પરત ફરી રહેલા દરેક મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશે: સોનિયા ગાંધી

ઘરે પરત ફરી રહેલા દરેક મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશે: સોનિયા ગાંધી

0
1245

નવી દિલ્હી: કોરોના મહામારીના વધતા જતા કેસોના કારણે આજથી દેશભરમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. નવી દિલ્હી: લૉકડાઉનના કારણે ફસાઈ ગયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવા માટે ટ્રેનનું ભાડૂ વસૂલવાનો નિર્ણય સરકાર અને વિપક્ષ વચ્ચે વિરોધનું નવું કારણ બન્યો છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એલાન કર્યું કે, પ્રવાસી મજૂરોને ઘરે પરત જવા માટે રેલવેનું ભાડુ કોંગ્રેસ કમિટી ઉઠાવશે.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગૂ લૉકડાઉનને 17-મે સુધી લંબાવવામાં આવ્યું છે. સરકારે ફસાયેલા મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની વ્યવસ્થા શરૂ કરી છે. રેલેવે સર્ક્યૂલર પ્રમાણે, સ્થાનિક સરકારી અધિકારીઓ જ ક્લિયર કરવામાં આવેલા મજૂરોને ટિકિટ સોંપશે અને તેમની પાસેથી ટિકિટની કિંમત વસૂલ કરશે, જે રકમ મળશે તે રેલવેને સોંપી દેશે. જેના આલોચના કરતા કોંગ્રેસે મજૂરો માટે મોટી જાહેરાત કરી છે.

સોનિયા ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જ્યારે આપણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને મફતમાં પરત લાવી શકીએ છીએ, ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ, જો રેલ મંત્રાલય પ્રધાનમંત્રી રાહત કોષમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે, તો પછી મુશ્કેલ સમયમાં મજૂરો પાસેથી ભાડાનો ખર્ચ કેમ નથી ઉઠાવી શકતી?

ઉલ્લેખનીય છે કે, 24 માર્ચે જ્યારે લૉકડાઉન લાગૂ થયુ હતુ, ત્યારે લાખોની સંખ્યામાં મજૂરો જ્યાં હતા, ત્યાંજ ફસાઈ ગયા હતા. હવે 40 દિવસો બાદ તેમને ઘરે પરત જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારોની ભલામણ પર કેન્દ્ર સરકારે આ માટે સ્પેશિયલ ટ્રેનોની મંજૂરી આપી છે.

જો કે આ દરમિયાન મજૂરોના ભાડાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, જે મજૂરો પાસેથી જ લેવામાં આવશે. રેલ મંત્રાલયના આ નિર્ણયની આકરી આલોચના થઈ છે. માત્ર રાજનીતિક પાર્ટીઓ અને રાજ્ય સરકારોએ જ તેનો વિરોધ વિરોધ નથી કર્યો, પરંતુ સોશિયલ મીડિયામાં પણ તેની આલોચના કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અમદાવાદમાં એક સાથે 61 લોકોએ કોરોનાને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા