Gujarat Exclusive > રાજનીતિ > મોદી સરકાર પાસે લૉકડાઉનમાંથી નીકળવા માટે કોઈ રણનીતિ નથી: સોનિયા ગાંધી

મોદી સરકાર પાસે લૉકડાઉનમાંથી નીકળવા માટે કોઈ રણનીતિ નથી: સોનિયા ગાંધી

0
828

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં શુક્રવારે વિપક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં દેશભરની 22 પાર્ટીઓના નેતાઓ સામેલ થયા હતા. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધીએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર પાસે લૉકડાઉનમાંથી બહાર નીકળવા માટે કોઈ રણનીતિ નથી. આ સાથે જ વડાપ્રધાન મોદીના 20 લાખ રૂપિયાના આર્થિક પેકેજને પણ મજાક ગણાવ્યું હતું. આ બેઠકમાં મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેએ ભાગ લીધો હતો, જ્યારે સપા, બસપા અને આમ આદમી પાર્ટી બેઠકમાં સામેલ થયા નહતા.

વિપક્ષની બેઠકમાં સોનિયા ગાંધી મોદી સરકાર પર અનેક આરોપ મૂક્યા હતા. તેમણે કોરોના વાઈરસ મહામારીથી લઈને લૉકડાઉનની રણનીતિ અને મજૂરોના મુદ્દા પર સરકારને નિષ્ફળ ગણાવી હતી.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકારના મનમાં મજૂરો અને ગરીબો માટે કોઈ દયાભાવ નથી. સરકારે જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે, તે સુધારાના નામે માત્ર મજાક જ છે.

કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, આર્થિક મંદી 2017-18માં જ શરૂ થઈ ગઈ. ભારત પહેલા જ નોટબંધી અને જીએસટી લાગૂ થવાને લઈને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. અનેક અર્થશાસ્ત્રીઓએ પણ ભવિષ્યવાણી કરી હતી કે, 2020-21માં GDP 5 ટકા સુધી રહેશે અને તેના પરિણામ વિનાશકારી રહેશે. સરકારે અર્થ વ્યવસ્થાની કમર તોડી નાંખી છે.

વિપક્ષની બેઠકમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે, સરકાર પાસે કોઈ સમાધાન નથી. આ મહામારી દરમિયાન લાખો પ્રવાસી મજૂરો બાળકો સાથે પગપાળા રોડ પર નીકળી પડ્યા છે. ભુખ્યા-તરસ્તા અને રૂપિયા-દવા વિના સેંકડો કિલોમીટર ચાલીને ઘર સુધી પહોંચવા માટે અધિરા બન્યા છે. જે ચિંતાજનક છે. સરકાર પાસે ગરીબો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી.

► વિપક્ષની મુખ્ય માંગ
→ પ્રવાસી મજૂરો અને જેમનો રોજગાર છીનવાઈ ગયો છે, તેમના ખાતામાં 6 મહિના સુધી 7.5 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે. 10 હજાર રૂપિયા તાત્કાલિક નાંખે અને બાકીના 5 મહિનામાં
→ જરૂરિપાતમંદોને 6 મહિના સુધી દર મહિને 10 કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે. મનરેગા મારફતે 200 દિવસ રોજગાર આપવામાં આવે
→ પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી સુરક્ષિત અને નિ:શુલ્ક મોકલવામાં આવે.
→ લેબર લૉ જેવી એકતરફી નીતિઓને બદલવામાં આવે

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, એવું લાગે છે કે, જ્યાં સુધી વૅક્સીન નહી બને, ત્યાં સુધી કોરોના વાઈરસ જવાનો નથી. દેશમાં લોકડાઉનના વધુ સકારાત્મક પરિણામો નથી મળ્યા. લૉકડાઉનના માપદંડ અને તેમાંથી બહાર નીકળવા મામલે સરકાર અસમજસમાં છે. સરકાર પાસે લોકડાઉનમાંથી બહાર નીકળવાની કોઈ ચોક્કસ રણનીતિ પણ નથી. આ સિવાય સોનિયા ગાંધીએ મોદી સરકાર પર વિપક્ષી પાર્ટીઓના સૂચનોને નજર અંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહારાષ્ટ્ર: એક દિવસમાં રેકોર્ડ 2940 પોઝિટિવ કેસ, સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર