Gujarat Exclusive > દેશ-વિદેશ > સોનિયા ગાંધીએ નવજોત સિદ્ધુને બનાવ્યા પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ

સોનિયા ગાંધીએ નવજોત સિદ્ધુને બનાવ્યા પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ

0
71

પંજાબ કોંગ્રેસ સંકટ વચ્ચે મોટો નિર્ણય અંતે લઈ લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતા ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ કેસી વેણુગોપાલ તરફથી પત્ર રજૂ કરી દેવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે.

જે લોકોને પ્રદેશમાં વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે તેમાં સંગત સિંહ, સુખવિન્દર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીત સિંહ નાગરાનું નામ સામેલ છે. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના મુખ્યમંત્રી બનેલા રહેશે અને રાજ્યમાં કોંગ્રેસની કમાન નવજોત સિંહ સિદ્ધુના હાથમાં હશે.

વિવાદ વધવાની શક્યતાઓ

હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બનેલા રહેશે અને રાજ્યમાં કોંગ્રેસની કમાન નવજોત સિંહ સિદ્ધૂના હાથમાં હશે. જોકે, આનાથી વિવાદ ખત્મ થવાની જગ્યાએ વધી શકે છે. અસલમાં તમામ ધારાસભ્યોએ રવિવારે જ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, જેમાં નવજોત સિંહ સિદ્ધૂને અધ્યક્ષ પદ ના સોંપવાની ભલામણ કરવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat