Gujarat Exclusive > રાજનીતિ > સોનભદ્ર હત્યાકાંડ: પીડિત પરિજનો પ્રિયંકા ગાંધીને મળ્યા, હવે TMC નેતાઓ ધરણાં પર બેઠા

સોનભદ્ર હત્યાકાંડ: પીડિત પરિજનો પ્રિયંકા ગાંધીને મળ્યા, હવે TMC નેતાઓ ધરણાં પર બેઠા

0
468

સોનભદ્રમાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને મળવા માટે હવે અન્ય રાજનીતિક પાર્ટીઓ પહોંચી રહી છે. પ્રિયંકા ગાંધી બાદ TMC નેતાઓ પણ વારાણસી પહોંચ્યા હતા. જો કે તેમને વારાણસી એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવતા તેમણે ત્યાંજ ધરણાં શરૂ કર્યા હોવાના સમાચાર મળ્યા છે.

બીજી તરફ પીડિત પરિવાર પોતે જ પ્રિયંકા ગાંધીને મળવા માટે ચુનાર ગેસ્ટ હાઉસ પહોંચ્યો હતો. જ્યાં પ્રિયંકા ગાંધીએ તેમને મળીને આશ્વાસન આપ્યું હતું. પીડિત પરિવારને મળ્યા બાદ પ્રિયંકાએ વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, તંત્રએ પીડિતોની મદદ કરવી જોઈએ. તંત્રની આ પ્રકારની માનસિક્તા મારી સમજની બહાર છે.

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બુધવારે સર્જાયેલા હત્યાકાંડ મામલે મૃતકોના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસના (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi( સોનભદ્ર જવાની જિદ કરી રહ્યાં હતા. પ્રિયંકાનું કહેવું છે કે, તે જશે તો સોનભદ્ર જશે. પ્રિયંકા ગાંધી શુક્રવારે આખી રાત ચુનાર કિલ્લાની અંદર આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.

આ અંગે ઉત્તર પ્રદેશ પોલીસના ADGએ જણાવ્યું કે, પ્રિયંકા ગાંધી અટકાયતમાં છે. પ્રિયંકાને શુક્રવારે સોનભદ્ર જતા અટકાવવામાં આવ્યા હતા. SDMએ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તારમાં ધારા 144 લગાવી હતી. આથી ધારા 144નું ઉલ્લંઘન કરવા પર પ્રિયંકાની અટકાયત કરવામાં આવી છે. હાલ તેઓને ચૂનાર ગેસ્ટહાઉસમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

રાત્રે અંદાજે 8 વાગ્યાની આસપાર ગેસ્ટ હાઉસની વીજળી જતી રહેતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર પર જાણીજોઈને વીજળી કાપવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે, સરકાર પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પરેશાન કરવા માંગે છે, પરંતુ અમે અમારો વિરોધ યથાવત રાખીશું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જો પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જવાની જીદ છોડી દેશે, તો તેમને મુક્ત કરી દેવામાં આવશે. જો કે પ્રિયંકાએ જામીન લેવાનો ઈન્કાર કર્યો છે અને જેલ જવાની તૈયારી દર્શાવી છે.

જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા સમયે 25 કિલોમીટર પહેલા નારાયણપૂર પોલીસ ચોકી પર તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી પર પ્રિયંકાએ જણાવ્યું કે, મને કયાં કાયદા અંતર્ગત અટકાવવામાં આવી? જે બાદ તેઓ ધરણાં પર બેસી ગયા છે. અહીં ધારા 144 લાગુ હોવાના કારણે તંત્રએ તેમની અટકાયત કરી અને તેમને ચુનાર કિલ્લા ગેસ્ટ હાઈસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ આખી રાત રોકાયા છે.

BJP સાંસદે ડાર્વિનના સિદ્ધાંતને નકાર્યો, કહ્યું- ‘આપણે સંતોના સંતાન, વાનરોના નહીં’