Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે અવસાન

ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે અવસાન

0
34

મુંબઈ: ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું  (Soli Sorabjee) 91 વર્ષની વયે શુક્રવારે સવારે કોરોના સંક્રમણના કારણે અવસાન થઈ ગયું છે. મુંબઈમાં 1930માં જન્મેલા સોલી જહાંગીર સોરાબજીએ બૉમ્બે હાઈકોર્ટમાં વર્ષ 1953માં પોતાની કાનૂની પ્રેક્ટીશ શરૂ કરી હતી. તેમને 1971માં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા એક વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેઓ 1989-90 અને પછી 1998થી 2004 સુધી દેશના એટર્ની જનરલ રહ્યાં હતા.

સોરાબજી (Soli Sorabjee) દેશના વરિષ્ઠ માનવાધિકાર વકીલ છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1997માં નાઈજીરિયા માટે એખ વિશેષ દૂત તરીકે નિમણૂંક આપી હતી. જેથી તે દેશમાં માનવાધિકારની સ્થિતિ પર રિપોર્ટ મળી શકે. જે બાદ 1998થી 2004 સુધી માનવ અધિકારોના સંવર્ધન અને સંરક્ષણ પર સંયુક્ત રાષ્ટ્રના સબ કમિશનના સભ્યો અને પછી તેના અધ્યક્ષ પણ બન્યાં.

સોરાબજી (Soli Sorabjee) અભિવ્યક્તિની આઝાદીની રક્ષાના અનેક કેસોમાં સામેલ હતા અને સેન્સરશિપના આદેશો અને પ્રકાશનો પર પ્રતિબંધ લગાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ વિષય પર તેમના પ્રકાશનોમાં ધી લૉજ ઑફ પ્રેસ સેન્સરશિપ ઈન ઈન્ડિયા (1976), ધી ઈમરજન્સી, સેન્સરશિપ એન્ડ ધી પ્રેસ ઈન ઈન્ડિયા (1977) સામેલ છે.

માર્ચ-2002માં તેમને (Soli Sorabjee)  વાણી સ્વતંત્રતા અને માનવાધિકારોની રક્ષા માટે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ મેનકા ગાંધી વર્સિસ યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (1978), એસઆર બોમ્બે વર્સિસ યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (1994) અને બીપી સિંઘલ વર્સિસ યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (2010) વગેરે જેવા કેટલાક ઐતિહાસિક કેસોમાં સુપ્રીમ કોર્ટમાં પેરવી કરી ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat