Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બોપાલની સામાજીક સેવક અને રાજકીય પાર્ટીની પ્રભારીને બદનામ કરવા બીભત્સ લખાણ લખ્યું

બોપાલની સામાજીક સેવક અને રાજકીય પાર્ટીની પ્રભારીને બદનામ કરવા બીભત્સ લખાણ લખ્યું

0
120

અમદાવાદ: બોપાલમાં રહેતી 37 વર્ષીય મહિલા સામાજીક સેવક અને આમ આદમી પાર્ટીમાં મીડિયા પ્રભારીને સોશિયલ મીડિયા પર બદનામ કરવા મોર્ફ કરેલા ફોટા બિભસ્ત લખાણ સાથે વાઇરલ કર્યા હતાં. આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બોપાલમાં રહેતી 37 વર્ષીય તુલી બેનરજી નામની મહિલા સામાજિક સેવક છે અને આમ આદમી રાજકીય પાર્ટીમાં મીડિયા પ્રભારી છે મહિલાએ ગત 2012 માં મહિલાએ પોતાની રાજકીય પાર્ટીના ખેસ સાથે ફોટો પાડી ફેસબુક પર મૂક્યા હતા. બાદમાં આ ફોટા આ ફોટાને એડિટ કરી હિન્દૂ સર્જીકલ રંગી, સુરતી મિજાજ અને રાષ્ટ્રહિત સર્વોપરી નામની આઈડી પર દિલ્હીના સીએમ અને મહિલા માટે અભદ્ર લખાણ લખ્યું હતું.

જોકે આ અંગે મહિલાએ તમામ લખાણો સાથે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી જોકે આટલી ગંભીર બાબતમાં દોઢ મહિને સાઇબર ક્રાઇમે ફરિયાદ લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય કિસ્સામાં સાઇબર ક્રાઇમ તાત્કાલિક ફરિયાદ લઈ કાર્યવાહી કરે છે જ્યારે આ કિસ્સામાં મહિલાની છેડતી હોવા છતાં લેટ ફરિયાદ લેતા તેમના પર કોઈ દબાણ હોવાની ચર્ચા હતી. જોકે સોશિયલ મીડીયામાં બદનામી કરી મહિલાનો પીછો કરતો હોવા છતાં મહિલાની ફરિયાદ લેટ લેવાઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat