Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગરબામાં ગુજરાતીઓએ શોધી કાઢ્યો સોશિયલ ડિસ્ટન્સનો જુગાડ

ગરબામાં ગુજરાતીઓએ શોધી કાઢ્યો સોશિયલ ડિસ્ટન્સનો જુગાડ

0
135

રાજયમાં કોરોના વાયરસના કહેરને લઈ સરકાર દ્વારા તમામ તહેવારો પર રોક લગાડી દેવામાં આવી છે. જો કે,આ વખતની નવરાત્રીમાં લોકો ઘરમાં જ ગરબા રમી રહ્યા છે અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખેલૈયાઓએ ગરબા રમવા માટેનો જુગાડ શોધી નાખ્યો છે. વીડિયોમાં ખેલૈયાઓ એકબીજાની કમર પર સમાન અંતરે દોરી બાંધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી ગરબે ઘૂમી રહ્યાં છે.

રાજયમાં કોરોના મહામારીના કારણે આ વખતની નવરાત્રી ફીક્કી પડી છે. સરકારે જાહેરમાં ગરબા રમવા પર રોક લગાડી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેલૈયાઓ એકબીજાની કમર પર સમાન અંતરે દોરી બાંધી સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરતા દેખાઈ રહ્યા છે અને સાથો સાથ ગરબાની પણ રમઝટ જોવા મળી રહી છે,પણ ગરબા રમવાની હોંશમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયાં છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

આ પણ વાંચો: ઈદે મિલાદ નિમિતે જુલુસ કાઢવા કોંગ્રેસના ધારાસભ્યોની સીએમને રજૂઆત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સરકારે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની સૂચના પણ આપી છે. જો કે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે આગામી સમયમાં આવનારા તમામ તહેવારો પર પ્રતિબંધ લગાડી દીધો છે અને જો ગાઈડલાઈનનું ભંગ કરતા નજરે ચઢશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે.

આ વખતની નવરાત્રીને કોરોનાનો કાળ ભરખી ગયો છે. ખેલૈયાઓ જે આખા વર્ષથી જે નવરાત્રીની વાટ જોતા હોય છે તે લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ચણિયા ચોળીના વેપારીઓ જે આખા વર્ષે આ તહેવારની રાહ જોતા હોય છે અને તમામ પ્રકારની વેરાયટી પણ તૈયાર કરતા હોય છે. જે તમામ વેપારીઓમાં હાલ નિરાશા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના લો ગાર્ડન પાસે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી તે જગ્યાએ આ વખતે કાગડા ઉડી રહ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે, આ વખતની નવરાત્રીમાં દિવસભરમાં માંડ એક-બે ગ્રાહકો આવે છે અને તે ગ્રાહકને ખરીદીના ભાવમાં આપી દેવામાં આવે છે.