Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પહેલા મોદી, હવે દરેક ગુજરાતીઓની ‘ચા’ થી કોંગ્રેસ પાર્ટી નારાજ: ઈરાની

પહેલા મોદી, હવે દરેક ગુજરાતીઓની ‘ચા’ થી કોંગ્રેસ પાર્ટી નારાજ: ઈરાની

0
48

રાજકોટ: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડેહાથ લેતા આકરા પ્રહાર કર્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ (Smriti Irani) જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે નફરત એટલી વધી ગઈ છે કે, પહેલા કોંગ્રેસ પાર્ટી માત્ર ચાથી નારાજ હતી. હવે તમામ ગુજરાતીઓના ચાથી નારાજ છે. Smriti Irani Rajkot Rally

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં બુધવારે અહીં ચૂંટણી સભાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) કહ્યું કે, ગાંધી પરિવારે સરદાર પટેલને હાંસિયામાં ધકેલ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યોગ્ય સમ્માન આપ્યું. Smriti Irani Rajkot Rally

ગુજરાતનું અપમાન કોંગ્રેસ માટે નવું નથી Smriti Irani Rajkot Rally
સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, નરેન્દ્ર મોદીને હંમેશા નફરતની નજરથી જોવાય છે. જેના બનેવીએ જમીન પચાવી પાડી. ગુજરાતનું અપમાન કોંગ્રેસ પાર્ટી માટે નવું નથી. સરદાર પટેલની પ્રતિમાની વાત પર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. જ્યારે જેમના પરિવારના નામ પર એરપોર્ટ બન્યું ત્યારે કોઈ વાંધો નહતો ઉઠાવ્યો. હાલ દેશના 10 કરોડ પરિવારોને શૌચાલય મળ્યા છે, જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર 30 કરોડ ભારતીયોને શૌચાલયથી વંચિત રાખ્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈની સરકારે કોવિડ મહામારી દરમિયાન 80 કરોડ નાગરિકોને રાશન વિતરણ કરાવ્યું. તેમણે પ્રશ્ન પૂછ્યો કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોત, તો શું આટલું જલ્દી વૅક્સીનેશન થઈ શકત?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat