Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પેટાચૂંટણી: સ્મૃતિ ઈરાની ગુજરાતમાં ગરજ્યા, કોંગ્રેસને ગણાવી ડુબતી નાવ

પેટાચૂંટણી: સ્મૃતિ ઈરાની ગુજરાતમાં ગરજ્યા, કોંગ્રેસને ગણાવી ડુબતી નાવ

0
47
  • જેમના જમાઈએ ખેડૂતોની જમીન પચાવી પાડી, તે શું ખેડૂતોનું હિત કરશે?
  • રાહુલ ગાંધી ક્યારે વેકેશન માણવા વિદેશ જતાં રહે નક્કી નહી

Smriti Irani In Gujarat: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. શુક્રવારે મોરબીમાં ચૂંટણી સભાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની (Congress) સરખામણી ડુબતી નાવ સાથે કરી હતી.

સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે, કોંગ્રેસના (Congress) લોકોએ પહેલા તો એ નક્કી કરવું પડશે કે, તેમના નેતા એક વ્યક્તિ છે કે એક પરિવાર. રાજકારણમાં તમે ત્યાં સુધી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના નાગરિકની પીડા નહીં સમજી શકો, જ્યાં સુધી તમે કોઈ એક પરિવારની પાછળ અંધભક્તિ કરતા રહેશો. પાર્ટી જ્યારે ડૂબી રહી છે, ત્યારે કોંગ્રેસ મોરબીના લોકોની સાથે-સાથે આ વિસ્તારનો વિકાસ કેવી રીતે કરી શકશે?

કેન્દ્રીય કપડા, મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આરોપ લગાવ્યો કે, કોરોના મહામારી (Corona Pandemic) સમયે જ્યારે ભાજપના કાર્યકર્તા (BJP Workers) લોકોની મદદ કરી રહ્યાં હતા, ત્યારે એક પણ કોંગ્રેસ નેતા (Congress Leaders) લોકોની વચ્ચે નહતો જોવા મળ્યો. એક તરફ મોદી સરકાર (Modi Govt) કોરોના સામે જંગ લડી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા પાકિસ્તાનની ભાષા બોલીને ભારતના અર્થતંત્રની (Indian Economy) મજાક ઉડાવી રહ્યાં છે.

સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) કહ્યું કે, કોરોના કાળમાં રાહુલ (Rahul Gandhi) દેશની સંસદથી ગાયબ રહ્યાં. તેઓ વેકેશન માણવા માટે વિદેશ જતાં રહ્યાં. જ્યારે લોકોને તેમની જરૂર હતી, ત્યારે જ તેઓ અહીં નહતા. ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે, જે વ્યક્તિના હાથમાં ભવિષ્યમાં પાર્ટીની કમાન આવવાની છે, તે ક્યારે દેશ છોડીને જતા રહે તેનો કોઈ વિશ્વાસ નથી.

વૉટ બેંક માટે ખેડૂતોનો ઉપયોગ
કોંગ્રેસ (Congress) પર ખેડૂતોનો અત્યાર સુધી વૉટબેંકની રાજનીતિ માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કેન્દ્રીય મંત્રીએ (Smriti Irani) કહ્યું કે, કોંગ્રેસે ખેડૂતોને 70 વર્ષો સુધી કશું જ નથી આપ્યું. જ્યારે ખેડૂતોના હિત માટે સંસદમાં કાયદો પાસ થઈ રહ્યો હતો, ત્યારે રાહુલ ગાંધી સંસદમાં હાજર જ નહતા. આ સ્વાર્થી લોકો છે. તે ખેડૂતો વિશે કાયમ વાતો જ કરે છે. જેમના જમાઈએ ખેડૂતોની જમાઈ પચાવી પાડી, તે શું ખાક ખેડૂતોની જમીન બચાવશે?

આ પણ વાંચો: 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1112 નવા કેસ, વધુ 6ના મોત

આર્ટીકલ 370ને લઈને ઈરાનીએ (Smriti Irani) કહ્યું કે, એક તરફ ભાજપ સરકાર દેશને એકજૂટ રાખવાની વાત કરી રહી છે, ત્યારે કોંગ્રેસે (Congress) આ બિલનો વિરોધ કર્યો હતો.

પોતાના સંબોધનમાં સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) ગુજરાતી ભાષામાં કહ્યું કે, ભલે તે અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હોય, પરંતુ દીકરી અને વહુ તો ગુજરાતની જ છે. તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યાં છે. જણાવી દઈએ કે, મોરબીની સાથે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે પેટાચૂંટણી (Gujarat Bypolls) થવાની છે.