Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત મ્યુનિ.ના 3 એન્જિનિયર વૅક્સિન લીધા બાદ થયા કોરોનાથી સંક્રમિત

સુરત મ્યુનિ.ના 3 એન્જિનિયર વૅક્સિન લીધા બાદ થયા કોરોનાથી સંક્રમિત

0
78

સુરત: ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો થઈ રહ્યો છે, તો બીજી તરફ વૅક્સિનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવામાં કોરોના વૅક્સિન લીધી હોવા છતાં પણ લોકો સંક્રમિત થયા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં સુરતમાં કોરોના રસી લીધા બાદ પણ ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી બે લોકો તો એવા છે, જેમણે વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હતા. Surat Covid Vaccination

કોરોનાની વૅક્સિન લીધા બાદ સંક્રમિત થનારા ત્રણેય લોકો મ્યુન્સિપલ કોર્પોરેશનના કર્મચારીઓ છે. જેમાંથી એક પાલિકાના એન્જિનિયરે કોરોના રસીનો એક ડોઝ, જ્યારે અન્ય બે એન્જિનિયરોએ વૅક્સિનના બન્ને ડોઝ લીધા હતા. જેને હજુ તો 5 દિવસ જ થયા છે. હવે ત્રણેય કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગને એક અઠાવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: JEE મેઈનનું પરિણામ જાહેર, ગુજરાતનો વિદ્યાર્થી 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં ટોપર Surat Covid Vaccination

સુરત મહાનગર પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગમાં એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. Surat Covid Vaccination

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રહેતા સ્વાસ્થ્ય કર્મચારીએ કોવિડ વૅક્સિનનો પ્રથમ ડોઝ 16 જાન્યુઆરીએ અને બીજો ડોઝ 15 ફેબ્રુઆરીએ લીધો હતો. તેમને તાવ આવ્યો અને પછી ટેસ્ટ કરવામાં આવતા તેમનો રિપોર્ટ કોરોન પોઝિટિવ આવ્યો હતો. Surat Covid Vaccination

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat