Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સુધારો કરાયો

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સુધારો કરાયો

0
80
  • મહાનગરો તથા નગરપાલિકાઓમાં વિકાસલક્ષી કામોને વેગ આપતો સુધારો SJMMSVY Changes 

  • 26 જૂન પહેલાની દરખાસ્તને જૂના ધોરણે મંજુરી આપવામાં આવશે

  • વિધાનસભાના અધ્યક્ષની ભલામણને મુખ્યમંત્રીએ સ્વીકારતાં જનપ્રતિનિધિઓને ફાયદો થશે

ગાધીનગર: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મહાનગરો તથા નગરપાલિકાઓમાં વિકાસલક્ષી કામોને વેગ આપતો સુધારો કરવામાં આવ્યો છે. જેમાં 26 જૂન 2020 પહેલાંના કામોની દરખાસ્તને જૂના ધોરણે મંજુરી આપવામાં આવશે. ત્યારપછીની દરખાસ્તોને નવા નિયમો લાગુ પડશે. આ નિર્ણયથી મહાનગરો તથા નગરપાલિકાઓના જનપ્રતિનિધીઓને તેમના વિસ્તારના વિકાસના કાર્યોને વેગ આપવા માટે આ ઠરાવમાં સુધારો ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ( SJMSVY )ના કામો કરવામાં આવે છે. જેમાં 70 ટકા ગ્રાન્ટ રાજય સરકાર, 10 ટકા ધારાસભ્ય ફંડ, 10 ટકા સોસાયટી ફાળો અને 10 ટકા સ્થાનિક સંસ્થાઓ (કોર્પોરેશન) ફાળામાંથી કરવાની યોજના અમલમાં હતી. ત્યારબાદ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. 26/06/2020 ઠરાવ મુજબ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ તમામ કામો માટે પ્રતિ કુટુંબ સહાયની મર્યાદા (70 ટકા મુજબ) રૂા .25,000ની રહેશે, તથા કોઇપણ સોસાયટીને એકસમાન પ્રકારના કામ માટે 5 વર્ષમાં એકવાર મંજૂરી આપી શકાશે તેવું ઠરાવવામાં આવ્યું છે. જેને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે તમામ મહાનગરપાલિકા/નગરપાલિકાઓને મોકલેલ છે. SJMMSVY Changes 

આ યોજના હેઠળ વડોદરા શહેરમાં તથા રાજયમાં અનેક ખાનગી સોસાયટીઓએ પોતાની દરખાસ્ત તા.26/06/2020 પહેલા મોકલી દીધેલ અને કામો પણ મંજૂર થઇ ગયેલ. તેમજ કેટલીક ખાનગી સોસાયટીઓ તરફથી 10 ટકા ફાળો ભરી દેવામાં આવેલો હતો. જેને પણ નવો ઠરાવ લાગુ પાડવામાં આવેલ હતો. આથી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તા.26/06/2020ના ઠરાવ પહેલા દરખાસ્તો રજુ થઇ હોય તો તે કામોને જુના ધોરણે મંજૂરી આપવી અને હવે તા. 26/06/2020ના ઠરાવ પછીના કામોને નવા ધોરણો મુજબ કામગીરી થાય તે માટે મુખ્યમંત્રીને તા.22 ડિસેમ્બરના રોજ ભલામણ કરી હતી. SJMMSVY Changes 

આ પણ વાંચો: ગુજરાત પાસે રણ-દરિયો-જંગલ-વન્યજીવ-પહાડો અને ઋતુઓનું વૈવિધ્ય છે: CM રુપાણી

જેના અનુસંધાને મુખ્યમંત્રીના આદેશથી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના 26/6/20ના ઠરાવમાં સુધારો કરવામાં આવ્યો છે. તા.06/01/2021થી ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ તમામ કામો માટે તા.26/06/2020 પહેલા રાજયના શહેરી વિસ્તારોની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની જે દરખાસ્તો રજુ થઇ હોય તે કામોને જુના ધોરણે મંજૂરી આપવાની રહેશે. જેમાં યોજનાની જોગવાઇઓ યથાવત રહેશે અને તા. 26/06/2020 પછીની દરખાસ્તો માટે નવી જોગવાઇઓ લાગુ પડશે તેવું ઠરાવવામાં આવ્યું છે. SJMMSVY Changes 

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સમયસૂચકતાથી ઠરાવમાં જે સુધારો કર્યો, તેનાથી વડોદરા મહાનગરપાલિકા અને અન્ય 7 મહાનગરપાલિકાઓ તથા રાજયની તમામ નગરપાલિકાઓના જનપ્રતિનિધીઓને તેમના વિસ્તારના વિકાસના કાર્યોને વેગ આપવા માટે આ ઠરાવમાં સુધારો ખૂબ જ ઉપયોગી પુરવાર થશે તથા જાહેર જનતાને આ ઠરાવના સુધારાથી ફાયદો થશે. SJMMSVY Changes 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9