Gujarat Exclusive > દેશ-વિદેશ > 6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશ મોકલાયા

6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશ મોકલાયા

0
2599

રાષ્ટ્રપતિ (President Of India) રામનાથ કોવિંદે એક વખત ફરીથી દેશના કેટલાક રાજ્યપાલોમાં ફેરફાર કર્યો છે. તેમણે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રાજ્યપાલ રામ નાઈકની (Ram Naik) જગ્યાએ આનંદીબેન પટેલને (Anandiben Patel) રાજ્યપાલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ બિહાર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બદલ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત 6 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલને ટ્રાન્સફર કરીને તેમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. હાલ ઉત્તર પ્રદેશમાં રામ નાઈક રાજ્યપાલ છે. તેમની જગ્યા આનંદીબેન લેશે.

જ્યારે આનંદીબેનની જગ્યાએ લાલજી ટંડનને મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત જગદીપ ધનખરને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે રમેશ બૈસ હવે ત્રિપુરાના રાજ્યપાલ બનશે.

રાષ્ટ્રપતિએ ફગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂંક આપી છે, જ્યારે આરએન રવિને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂંકની તારીખ એજ દિવસથી લાગુ થશે, જ્યારે તે તેમનો કાર્યભાર સંભાળશે.

પ્રિયંકાએ લગ્ન બાદ પોતાનો પ્રથમ જન્મ દિવસ કંઈક આ રીતે ઉજવ્યો, જુઓ Photos