Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના 6 સનદી અધિકારીઓે કેન્દ્રમાં સચિવ તરીકે એમપેનલ થયા

ગુજરાતના 6 સનદી અધિકારીઓે કેન્દ્રમાં સચિવ તરીકે એમપેનલ થયા

0
973

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS)ના 1987 અને 88 બેન્ચના 28 અધિકારીઓને કેન્દ્રમાં સચિવ તરીકે એમપેનલ કર્યા છે. જેમાં ગુજરાત કેડરના છ ઉચ્ચ સનદી અધિકારીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારના પર્સનલ વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવતા 1987 અને 88 બેન્ચના ઉચ્ચ સનદી અધિકારીઓને સચિવ તરીકે એમપેનલ કર્યા છે. જેમાં 28 અધિકારીઓને સચિવ તરીકે જ્યારે અન્ય છ સનદી અધિકારીઓને સચિવ સમકક્ષ તરીકે એમપેનલ કર્યા છે. આ ઉચ્ચ અધિકારીઓમાં ગુજરાતના 1987 બેન્ચના નીતિ આયોગના સ્પેશ્યલ સેક્રેટરી આરપી ગુપ્તાનો સમાવેશ થાય છે. આ બેન્ચના બીજા બે અધિકારીઓમાં એક અધિકારી છુંવાગો મિઝોરમ સરકારના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે જ્યારે રાજકુમાર સચિવ તરીકે કામ કરે છે.

1988 બેન્ચમાં 7 સનદી અધિકારીઓમાંથી 4 સનદી અધિકારીઓને કેન્દ્રમાં સનદી અધિકારી તરીકે એમપેનલ કર્યા છે. જેમાં વડાપ્રધાન કાર્યાલયના અધિક સચિવ એકે શર્મા, વર્લ્ડ બેન્કના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર એસ. અપર્ણા, સીબીએસઇના ચેરપર્સન અનિતા કરવાલ અને ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીનો સમાવેશ થાય છે. આ બેન્ચના અન્ય બે સનદી અધિકારીઓ વેરહાઉસિંગ કોર્પોરેશનના સંજય નંદન અને જીએફબીએમએના સીઇઓ અનુરાધા મલ કેન્દ્રમાં સચિવ તરીકે એમપેનલ થયા નથી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના રિપોર્ટ 13: ચરોતરનું પાપડ કેપીટલ ઉત્તરસંડા સંપૂર્ણ લોક ડાઉનનું સાક્ષી, પાપડ ઉધોગ સદંતર બંધ