Gujarat Exclusive > દેશ-વિદેશ > 2002ના ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ ઝાકિયા જાફરીના મોટા ષડયંત્રના આરોપોને ફગાવ્યા

2002ના ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ ઝાકિયા જાફરીના મોટા ષડયંત્રના આરોપોને ફગાવ્યા

0
17

નવી દિલ્હી: 2002ના ગુજરાત દંગાઓમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ જાકિયા જાફરીએ મોટા ષડયંત્રના આરોપોને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવા માટે કોઈ આધાર મળ્યો નથી.

જાકિયાની ફરિયાદ પર ઉંડી તપાસ કરવામાં આવી પરંતુ કોઈ સામગ્રી મળી નથી. અહીં સુધી કે સ્ટિંગની સામગ્રીને પણ અદાલતે ફગાવી દીધી. એસઆઈટી તરફથી કોર્ટમાં હાજર મુકુલ રોગતીએ જસ્ટિસ એ એમ ખાનવિલકરની બેન્ચને જણાવ્યું કે, આ સ્ક્રિપ્ટનો એક હિસ્સો હતો. એસઆઈટીને એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવામાં કોઈ જ સાર મળ્યો નથી. એસઆઈટીએ તે 9માંથી ત્રણ અલગ-અલગ અદાલતોમાં સ્ટિંગ સામગ્રી અદાલતને આપી હતી. વિશેષ અદાલતે સ્ટિંગની સમાગ્રીને પણ ફગાવી દીધી હતી.

2002ના ગુજરાત રમખાણોમાં મોટા કાવતરાનો આક્ષેપ કરતી ઝાકિયા જાફરીની ફરિયાદની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે તપાસને આગળ વધારવા માટે કોઈ સામગ્રી નથી. ફરિયાદની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને નિવેદનો નોંધવામાં આવ્યા હતા. SITએ નિષ્કર્ષ પર આવી કે પહેલેથી જ દાખલ કરાયેલી ચાર્જશીટ સિવાય, તેમની 2006ની ફરિયાદને આગળ વધારવા માટે કોઈ સામગ્રી મળી નથી. રાજ્ય પોલીસ વગેરે પર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, તેથી સુપ્રીમ કોર્ટે એસઆઈટીની નિમણૂક કરી હતી.

2009માં ગુજરાત હાઈકોર્ટના આદેશ સામેની અરજીમાં SIT પહેલેથી જ હોવાથી સુપ્રીમ કોર્ટે ઝાકિયાના કેસની તપાસ માટે પણ કહ્યું હતું. જ્યારે એસઆઈટીએ કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેઓએ ઘણી ચાર્જશીટ અને ઘણા આરોપીઓ ઉમેર્યા. ત્યારબાદ તહેલકાની ટેપ સામે આવી. ટેપની સત્યતા પર કોઈ વિવાદ નથી. પરંતુ એસઆઈટીને જાણવા મળ્યું છે કે ટેપની સામગ્રી, સ્ટિંગ ઓપરેશનથી લઈને ખેતાન સમક્ષ આપેલા નિવેદનો સુધી અવિશ્વાસ પેદા કરે છે. અસલમાં ઝાકિયા જાફરીએ એસઆઈટી ઉપર જ આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી SIT માટે મિલીભગત એ કઠોર શબ્દ છે. આ એ જ SIT છે જેણે અન્ય કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. તે કાર્યવાહીમાં આવી કોઈ ફરિયાદ મળી નથી. ઝાકિયા જાફરી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જ્યારે એસઆઈટીની વાત આવે છે ત્યારે આરોપીઓ સાથેની મિલીભગતના સ્પષ્ટ પુરાવા છે. એસઆઈટીએ મુખ્ય દસ્તાવેજોની તપાસ કરી ન હતી અને સ્ટિંગ ઓપરેશન ટેપ, મોબાઈલ ફોન જપ્ત કર્યા ન હતા. શું SIT કેટલાક લોકોને બચાવી રહી હતી? ફરિયાદ છતાં ગુનેગારોના નામ નોંધાયા ન હતા. તે રાજ્યની મશીનરીના સહયોગને દર્શાવે છે. લગભગ તમામ કેસમાં એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી.

ઉલ્લેખનિય છે કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ SIT રિપોર્ટને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ગોધરા હત્યાકાંડ પછી કોમી રમખાણો ભડકાવવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈપણ “મોટા કાવતરા”ને પણ અહેવાલમાં નકારી કાઢવામાં આવ્યો હતો. 2017 માં ગુજરાત હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ દ્વારા SITના ક્લોઝર રિપોર્ટ સામેની તેમની અરજીઓને ફગાવી દેવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat