Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > સિંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

સિંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

0
342

સિંગતેલના ડબ્બામાં દિવસે દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે. સિંગતેલનો ડબ્બાનો ભાવ 2500 રુપિયા થયો છે જયારે કપાસિયા તેલમાં 25નો વધારો થતા ડબ્બાનો ભાવ 2020 થઈ ગયો છે. જો કે, સાઈડ તેલમાં 10 થી 40 રુપિયાનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

વર્ષ 2020માં સિંગતેલના ડબ્બાનો ભાવ 1555, ફેબ્રુઆરીમાં 1573, માર્ચ માસમાં 1699, એપ્રિલમાં 1923, મે માસમાં 2038, જૂન 2079, જુલાઈમાં 2087, ઓગસ્ટમાં 2085, સપ્ટેમ્બરમાં 2081, ઓક્ટોબરમાં 2077, નવેમ્બરમાં 2109 અને ડિસેમ્બરમાં 2171 રહ્યો હતો.

બજારમાં મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, માર્ચ મહિનો શરુ થઈ ગયો છે છતાંય મગફળીની આવક ચાલુ છે. તો પણ સીંગતેલમાં ભાવ વધતાં લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સિઝનમાં ઊંચા ભાવ રહ્યા બાદ સીંગતેલ ભરવાની આખરી સિઝનમાં ભાવ ઘટતા નથી. એકબાજુ ભાવ વધી રહ્યા છે. ત્યારે આ ભાવવધારા માટે વેપારીઓ મગફળીની ઓછી આવક હોવાનું અને સિંગદાણામાં ડિમાન્ડ હોવાનું જણાવે છે.

માલની અછત હોવાનું અને ડિમાન્ડ વધુ હોવાનાં બહાનાંને કારણે સોમવારે સીંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે શનિવારે 1460 થી 1465 સુધીનો ભાવ બોલાયો હતો. સોમવારે આ ભાવ યથાવત્ રહ્યા હતા. સિંગતેલના વધતા જતા ભાવને કારણે ગૃહિણીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)