Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: સૌરાષ્ટ્રના પહેલા મુખ્યપ્રધાન ‘સૌરાષ્ટ્રના સંત’ ઢેબરભાઈની સાદગી

#Column: સૌરાષ્ટ્રના પહેલા મુખ્યપ્રધાન ‘સૌરાષ્ટ્રના સંત’ ઢેબરભાઈની સાદગી

0
342

ડૉ. જય નારાયણ વ્યાસ: ગાંધીજીની સ્વરાજની લડત આપણને આઝાદી સુધી દોરી ગઈ.  First Chief Minister of Saurashtra

આપણે આઝાદ થયા.

આપણા દેશમાં આપણું રાજ્ય આવ્યું.

લોકશાહી સરકાર આવી.

પ્રજાતંત્ર આવ્યું.

એ વખતે ગાંધીજી સાથે કામ કરીને ઘડાયેલા, સ્વરાજ્ય આવ્યા પહેલાં ગાંધીજીની ચળવળમાં, રચનાત્મક કાર્યક્રમમાં, સક્રિય રાજકારણમાં અથવા ક્રાંતિકારી વિચારના અનુસરણમાં પડેલા કેટલાક યુવાનો હવે સક્રિય રાજકારણમાં આવ્યા. સિનિયર આગેવાનો મંત્રી અને મુખ્યમંત્રી બન્યા. એમાં સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું.  First Chief Minister of Saurashtra

બધા રાજ્યો મિટાવી સૌરાષ્ટ્રનું એકમ થયું.

ઢેબરભાઈ મુખ્યમંત્રી બન્યા. એમનું આખું મંત્રીમંડળ સૌરાષ્ટ્રના સર્વદેશીય વિકાસ માટે કાર્યરત બન્યું. મુખ્યમંત્રી ઢેબરભાઈ અત્યંત સાદગીથી રહેતા.

મુખ્યમંત્રી તરીકે રહેણીકરણી વિશે લખાયું છે તે મુજબ ઉછરંગરાય ઢેબર ૧૯૩૬માં વકીલાત છોડી ત્યારથી સાધુ જેવું સાદું અને વિરક્ત જીવન જીવી રહ્યા હતા. ‘સૌરાષ્ટ્રના સંત’ એ તેમની ઓળખ, અને અકિંચન વ્રતધારીની સાદાઈ અને અપરિગ્રહ જીવન જીવતા.

ઢેબરભાઈ એક પ્રખર વિચારક, ગહન ચિંતક અને મેઘાવી રાજનીતિજ્ઞ હતા.

ઢેબરભાઈની રહેણીકરણી વિશે કેટલીક વાતો ‘ઉ. અ. ઢેબર – એક જીવનકથા’ પુસ્તકમાં લેખક શ્રી મનુ રાવળ દ્વારા પાનાં નં ૧૨૫ અને ૧૨૬માં નીચે મુજબ વર્ણવાયેલી છે.

“કોંગ્રેસ મહાસમિતિએ તેની એક બેઠકમાં ગાંધીજીની ઈચ્છાથી નક્કી કર્યા પ્રમાણે મંત્રીઓને માસિક રૂપિયા ૫૦૦નો દરમાયો, સજાવેલો નિવાસ અને ૨૦૦ રૂપિયાના માસિક નિભાવખર્ચ સહિત મોટરગાડી આપવાનું ઠરાવ્યું હતું. એ મુજબ બધા મંત્રીઓને સગવડ અપાઇ. વધારામાં માત્ર મુખ્યમંત્રી આતિથ્યખર્ચ માટે વરસે રૂપિયા ૫૦૦૦ વાપરી શકે તેમ નક્કી થયું.

રાજકોટ શહેરના આંખના ડોક્ટર કેશુભાઈના જૂના સેનેટોરીયમ નામના સાદા બે ઓરડા ઓશરીના મકાનમાં ઢેબરે પોતાનો નિવાસ ગોઠવ્યો અને દુદાજી નામના એક સેવાભાવી અને સંનિષ્ઠ હરિજન યુવકે તેની સંભાળ લેવાનું શરૂ કર્યું.

ઢેબર વિધુર હતા. તેઓ ‘હિન્દ છોડો’ની ચળવળમાં કારાવાસમાં હતા ત્યારે તેમનાં પત્નીના અવસાન પછી તેમનો એકનો એક પુત્ર પ્રફુલ્લ તેમના મોટા ભાઈ મહાસુખરાયને ઘેર મુંબઈમાં મોટો થતો હતો અને તે કુટુંબના ભાગ તરીકે જીવતો હતો. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા, ઢેબરના વ્યક્તિગત અને જાહેર જીવનની જરૂરિયાતો એક નાના ભાઇ અને અથવા પુત્ર જેટલા સ્નેહથી સંભાળતા હતા.

દેશભરમાં તેમની રહેણીકરણી અને વર્તનની સાદાઈ કદાચ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવકૃષ્ણ ચૌધરી જેવા એકબે મહાનુભાવોમાં જોવા મળે પણ ઢેબરની વિચક્ષણતા, નમ્રતા,

સંસ્કારિતા અને વિવેકની જોડ મળવી મુશ્કેલ હતી. તેમના રોજિંદા જીવનની સાદાઈને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રાચાર્ય ડૉ. રમણલાલ યાજ્ઞિકે એક વાર્તાલાપમાં ચંદ્રગુપ્ત મૌર્યના મહાઅમાત્ય, નંદવંશના ઉચ્છેદક ચાણક્યમુનિ સાથે સરખાવી હતી.

સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાના ગુરુ અને મહાઅમાત્ય ચાણક્યને શોધતા તેમના મહાલયે પહોંચે છે ત્યારે સમ્રાટનો કંચુકી (chamberlain) મહાલયના મુખ્ય દ્વારની બહાર છાજથી છવાયેલી ઝૂપડીમાં વસતા ચાણક્યમુનિના નિવાસનું વર્ણન કરતાં કહે છે :  First Chief Minister of Saurashtra

उपलशकलमेतत् भेदकं गोमयानां
बटुभिरुपह्रतानां बर्हिषांस्तूपमेतत्।
शरणमपि समिद्भि: शुष्यमाणाभिराभि
र्विनमित पतलान्तं द्रश्यते जीर्णकुड्यम् ॥

‘અહીં ગોબરનાં છાણાં ભાંગવા પથ્થરનો ટુકડો પડ્યો છે, અહીં તેમના યુવાન શિષ્યોએ આણેલો બરુનો ઢગલો પડ્યો છે, છાપરે સુકાવા નાખેલી સમિધના ભારથી વળી ગયેલી દીવાલો પર ઝૂકી પડેલા છાપરામાંથી આ તૂટીફૂટી કુટિર દ્રશ્યમાન થાય છે.’

જેના સ્નાનાગારમાં પાણીના નળ નથી, જેના ઓરડામાં પાટીના ખાટલા અને લાકડાની ખુરશીઓ સિવાય બીજું કંઈ રાચરચીલું નથી, જેના મહેમાનો અને મુલાકાતીઓને બેસવા માટે સાદી શેતરંજી અને ભારતીય બેઠકના એક તકિયા સિવાય પાશ્ચિમાત્ય મુલાયમ બેઠક નથી અને જેના નિવાસના દીદાર ભારતના નિમ્ન વર્ગના સામાન્ય જનસમુદાયના રહેઠાણથી વધારે રૂપાળા નથી એવા ઢેબર સ્વરાજ્ય આવ્યા પછી ગાંધીજીએ સુચવેલા સાદાઈ અને સાધુતાના દ્રષ્ટાંતરૂપ રાજકારણી હતા. તેઓ લગભગ અઢી હજાર વર્ષ પહેલાંના મહાન ગ્રીક તત્વચિંતક અને રાજકીય વિચારક પ્લેટોના Republic – લોકતંત્ર પુસ્તકની કલ્પનાના ‘Philosopher King – તત્વજ્ઞ રાજકર્તા’ના મૂર્તિમંત સ્વરૂપ હતા.

નવા પ્રધાનમંડળ અને તેના કબજામાં આવેલા થોડા અધિકારીઓ અને રાજકીય કાર્યકરોની મદદથી ૨૨૨ રાજ્યોનો કબજો લેવામાં બે મહિના જેટલો સમય નીકળી ગયો. કાર્યપદ્ધતિની શરૂઆતની અસ્પષ્ટતા અને સાંપ્રત પરિસ્થિતિને લીધે તે લાંબો ન ગણાય.”  First Chief Minister of Saurashtra

આ પણ વાંચો: #Column: મોટા માણસના નાના મને નાના માણસને મોટો બનાવ્યો

ભારત આઝાદ થયું ત્યારે પ્રજાસેવકો પ્રધાન બનશે તો પણ વહીવટમાં સાદગીને કેન્દ્રસ્થાને રાખીને પોતાની જીવનશૈલી નિભાવશે આ બાબત જેમણે આઝાદી માટે બલિદાનો આપ્યાં, કષ્ટ વેઠ્યાં અને જેમને માથે આઝાદી પછીના ભારતમાં આદર્શ રાજ્યવ્યવસ્થા સ્થાપવાની જવાબદારી હતી તેમણે નક્કી કરેલાં ધારાધોરણો છે. સત્તા અને દોરદમામ સાહ્યબી ભેગી કરવા માટે

નથી પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે જનહિતાર્થે કામ કરવા માટે છે. તેમાંથી માત્ર સાત જ દાયકાના સમયમાં આપણે ક્યાં પહોંચ્યા? ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘ગંગાવતરણ’ કવિતામાં સ્વર્ગમાંથી ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે અવતરેલ ગંગા શિવના શિરેથી પડી પછી તેનું શું થયું તે નીચેની પંક્તિઓમાંથી પામી શકાય છે –

શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે,
પડવા માંડેલી પડી પાછી! ટકી ન હર! હર! શિરે.
પડી ગિરિ પર; ઉચ્ચ ગિરિવર મૂકી પડી એ પાછી
અવની પર આળોટતી ચાલી ધૂળવાળી ઘણી થાતી.
મલિન ગંગા! ક્ષારસમુદ્રે પેઠી અંતે એ તો
ભ્રષ્ટ થયું, જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો.
ભ્રષ્ટ થઈ મતિ, તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો.
અને કહેવત જેમ વાત વાતમા બોલાતું.
અવનિ પરથી નભ ચડ્યું વારિ, પડે જ પાછું ત્યાંને ત્યાં
ભ્રષ્ટ થયું જરી તેનો શત શત વિનિપાત જ નિર્મેલો.

વીનીપાતની પ્રક્રીયાનું આ વર્ણન હ્રુદયમાં મઢી રાખવા જેવું.
(સરસ્વતીચંદ્ર)

સાપ ગયા અને લીસોટા રહ્યાં. ઘણી બધી અપેક્ષાઓ સાથે આપણે આઝાદીને આવકારી હતી. આજના પ્રજાસેવકો આ સમજે છે ખરા?  First Chief Minister of Saurashtra

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From GujaratFollow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat