Gujarat Exclusive > રાજનીતિ > સિક્કિમની રાજનીતિમાં મોટી ઉથલપાથલ, ભાજપ બન્યું મજબૂત

સિક્કિમની રાજનીતિમાં મોટી ઉથલપાથલ, ભાજપ બન્યું મજબૂત

0
597

સિક્કિમની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી પવન ચમલિંગને છોડીને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના તમામ 14 ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થવાના છે.

આ વર્ષે મેં સુધી રાજ્યમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સત્તા પર હતું અને પાર્ટીએ ગત 25 વર્ષના શાસનકાળમાં પવન ચામલિંગ જ મુખ્યમંત્રી રહ્યા છે.

દેશના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળનારા રાજનેતાઓમાં સામેલ પવન ચામલિંગની ( Pawan Kumar Chamling) પાર્ટી આ વર્ષે લોકસભા ચૂંટણી સાથે જ કરાવવામાં આવેલ વિધાનસભા ચૂંટણીમાં 32 બેઠકોમાંથી 15 બેઠકો મેળવીને વિપક્ષમાં બેઠી હતી. ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ 17 બેઠકો મેળવી હતી અને પ્રેમ સિંહ તમાંગ મુખ્યમંત્રી બન્યા હતા.

અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ