Gujarat Exclusive > દેશ-વિદેશ > 26 જાન્યુઆરીએ દિલ્હીમાં પાવર કટનું ષડયંત્ર, ખાલિસ્તાન સમર્થક સંગઠને આપી ધમકી

26 જાન્યુઆરીએ દિલ્હીમાં પાવર કટનું ષડયંત્ર, ખાલિસ્તાન સમર્થક સંગઠને આપી ધમકી

0
54

નવી દિલ્હી: પ્રજાસત્તાક પર્વ (Republic Day) પર દિલ્હીમાં વીજ પૂરવઠો ખોરવવાના ષડયંત્રના ઈનપુટ મળ્યા છે. ખાલિસ્તાની સમર્થક સંસ્થા શીખ ફૉર જસ્ટિસે (Sikh For Justice) સોશિયલ મીડિયા પર 25 અને 26 જાન્યુઆરીએ પાવર કટ (Delhi Power Cut) કરવાની ધમકી આપી છે. આ અંગે BSESને પણ છેલ્લા કેટલાક દિવસોથી જાણકારી મળી રહી હતી.

બીજી તરફ ગુપ્તચર એજન્સીઓ અને દિલ્હી પોલીસ જાણકારી મળ્યા બાદ એલર્ટ થઈ ગઈ છે. કહેવાય છે કે, ડિસ્કૉમ, પાવર ગ્રિડ અને પાવર સબ સ્ટેશનને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. આવું કરવા માટે યુવાનોને ભડકાવવામાં આવી રહ્યાં છે. શીખ ફૉર જસ્ટિસ (Sikh For Justice) સંસ્થાની ગતિવિધિઓ પર ગુપ્તચર એજન્સીઓની ચાંપતી નજર છે.

જણાવી દઈએ કે, દિલ્હીમાં ખેડૂતો 26 જાન્યુઆરીએ કૃષિ કાયદા (Farm Laws In India) વિરુદ્ધ ટ્રેક્ટર માર્ચ (Farmers Tractor March) નીકાળવા જઈ રહ્યાં છે. આ રેલીમાં ષડયંત્ર રચવા માટે પાકિસ્તાનથી 308 ટ્વીટર હેન્ડલ ઑપરેટ કરવામાં આવી રહ્યાં હતા. આ તમામ ટ્વીટર હેન્ડલની દિલ્હી પોલીસ (Delhi Police) તપાસ કરી રહી છે. આ સાથે જ તેમને બ્લોક પર કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કૃષિ કાયદો: ખેડૂતો આગળ કેમ નત:મસ્તક થઈ રહી છે મોદી સરકાર?

દિલ્હી પોલીસના (Delhi Police) સ્પેશિયલ કમિશનર દિપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, અમને અનેક ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા છે કે, ટ્રેક્ટર રેલીમાં (Farmers Tractor Rally) કંઈક છમકલું કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 308 ટ્વીટર હેન્ડલ પાકિસ્તાનમાં બનેલા છે, જેથી લૉ એન્ડ ઑર્ડરને ખરાબ કરી શકાય અને આ ટ્રેક્ટર પરેડને ડિસ્ટર્બ કરી શકાય.

દિલ્હીમાં ત્રણ ઠેકાણે ટ્રેક્ટર રેલીની (Farmers Tractor Rally) મંજૂરી છે. આ ત્રણ બોર્ડરો પર બેરિકેડ હટાવવામાં આવશે. કેટલીક શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાજીપુર બોર્ડરથી બેરિકેડ્સ હટાવીને કેટલાક કિલોમીટર સુધી અંદર આવવાની મંજૂરી મળી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9