સીકર: રાજસ્થાનના સીકરમાં ગોળીબાર મામલે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યુ કે તેમાંથી બેની ઓળખ રાજસ્થાનના મનીષ અને વિક્રમના રૂપમાં થઇ છે જ્યારે અન્ય ત્રણ શૂટર હરિયાણાના છે.
Advertisement
Advertisement
ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યુ કે, હત્યાકાંડમાં સામેલ તમામ 5 આરોપી પકડાયા છે, તેમણે જણાવ્યુ કે સીકર જિલ્લાના મનીષ જાટ અને વિક્રમ ગુર્જર પકડાયા છે. જ્યારે હરિયાણાના ભિવાની જિલ્લાના સતીશ કુમ્હાર, જતિન મેઘવાલ અને નવીન મેઘવાલની પણ પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપી પાસેથી હથિયાર અને કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ ટ્વીટ કરીને કહ્યુ કે સીકરમાં થયેલા હત્યાકાંડના 5 આરોપીની હથિયાર અને ગાડી સાથે ધરપકડ કરવામાં આવી છે.
શું છે ઘટના?
રાજસ્થાનના સીકરમાં શનિવારે ગેન્ગવોરની ઘટના બની હતી. આ ગેન્ગવોરમાં ગેન્ગસ્ટર રાજૂ ઠેહટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને સીકરના ઉદ્યોગ નગર વિસ્તારમાં અંજામ આપવામાં આવ્યો હતો. રાજૂ ઠેહટને ઘરની બહાર આવતા જ અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી.
Advertisement