અમદાવાદ: ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમામે પાછલા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જાંબુઘોડામાં 5 ઈંચ, મોરવા હડફમાં 4 અને ગોધરામાં 3 ઈંચ વરસાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 9 તાલુકામાં લગભગ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત 27 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદ અને વડોદરામાં પવન સાથે મેઘમહેર સહિત રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Advertisement
Advertisement
એક તરફ ગુજરાતમાં ચોમાસું વિદાય લઇ રહ્યુ છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે અને થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ 119.61 ટકા વરસાદ ખાબક્યો છે. કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટાક વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : મુંબઈ: NCBએ ₹120 કરોડની કિંમતનું 50 કિલો MD ડ્રગ્સ જપ્ત કર્યું, જામનગર સુધી ફેલાયા છે મૂળિયા
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 7 ઓક્ટોબરે થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે.
8 ઓક્ટોબરે પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
Advertisement