નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ ફરી એક વખત પત્ર લખ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને ચાર પેજના પત્રમાં 13 મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધૂએ જે 13 મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે તેમાં ન્યાય,ડ્રગ્સ, કૃષિ, વિજળી, સરકાર અને વિજળી કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતિ રદ કરવા, અનુસૂચિત જાતિ અને પછાતોનો વિકાસ, રોજગાર, સિંગલ વિંડો સિસ્ટમ, મહિલા અને યુવાઓનું સશક્તિકરણ, દારૂ, રેત ખનન, કેબલ અને ટ્રાન્સપોર્ટ સામેલ છે.
સિદ્ધૂએ આ પત્ર પોતાનું રાજીનામુ પરત લીધાના એક દિવસ પછી લખ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પંજાબ પ્રભારી હરીશ રાવત અને પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી પોતાની તકલીફ વિશે સિદ્ધૂએ જણાવ્યુ હતુ. રવિવારે લખેલા પત્રમાં સિદ્ધૂએ માંગ કરી છે કે પાર્ટીએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેર મેનિફેસ્ટોના દાવા પર યોગ્ય ઉતરવુ પડશે.
સિદ્ધૂએ ચન્ની સરકાર પર નિશાન સાધ્યુ
સોનિયા ગાંધીને લખેલા પત્રમાં ચન્ની સરકાર પર નિશાન સાધતા સિદ્ધૂએ કહ્યુ કે પંજાબ સરકારને પ્રાથમિકતા અપાવનારા મુદ્દાને હલ કરવુ જોઇએ. આ પત્રમાં સિદ્ધૂએ સોનિયા ગાંધી સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો છે. સિદ્ધૂએ કહ્યુ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનામં રાખતા તે 13 સૂત્રીય એજન્ડા સાથે પંજાબ મોડલના મેનિફેસ્ટો પર તેમણે મળવા માંગે છે.
સિદ્ધૂએ 28 સપ્ટેમ્બરે પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતુ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં સિદ્ધૂએ કહ્યુ હતુ કે તે પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે, તેમણે પત્રમાં લખ્યુ હતુ, કોઇ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજૂતિથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડાને લઇને કોઇ સમજૂતિ નથી કરી શકતો.