મુંબઇ: 7 ફેબ્રુઆરીએ સાંજે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કર્યા હતા. બોલિવૂડ સેલેબ્સથી લઇને તમામ ફેન્સ આ બન્નેના લગ્નની શુભકામના આપતા જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા અને હવે બન્ને પતિ-પત્ની બની ગયા છે. લગ્ન પછી ન્યૂલી મેરિડ જોડીની પ્રથમ તસવીર જોવા મળી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
Advertisement
Advertisement
કિયારા અડવાણી પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઇનર લહેંગો પહેરેલી જોવા મળી હતી. આ સાથે જ કિયારા અને સિદ્ધાર્થના ચહેરાના નૂર અને તેમની જોડી મેળ ખાતી હતી.
કિયારા અડવાણીનો બ્રાઇડલ લુક
કિયારા અડવાણીએ પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો પિંક ઓબ્રે રોજ લહેંગો જ નહી પણ આ લહેંગાની સાથે કિયારા અડવાણીએ જ્વેલરી પણ મનીષ મલ્હોત્રાના કલેક્શનની જ પહેરી હતી. કિયારા અડવાણીની આ જ્વેલરી અલ્ટ્રા-ફાઇન હૈંડકટ ડાયમંડ્સથી બનાવવામાં આવી છે. આ કસ્ટમ મેડ સ્પેશ્યલ ડાયમંડ જ્વેલરી સેટ મનીષ મલ્હોત્રાએ સ્પેશ્યલી કિયારા માટે ડિઝાઇન કર્યુ હતુ. આ સાથે જ વાત કરીએ કિયારા અડવાણીના બ્રાઇડલ લુકમાંથી તેના કલીરા અને ચૂડાની તો કિયારાએ લહેંગાથી મેચિંગ પિંક ટોનનો ચૂડો કેરી કર્યો હતો.
Advertisement