સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે 145 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ગિલ ODIમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય ખેલાડી છે.શુભમન ગિલ પહેલા રોહિત શર્મા, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ઇશાન કિશન બેવડી સદી ફટકારી ચુક્યા છે. શુભમન ગિલના 208 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન ડે મેચમાં 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા.
Advertisement
Advertisement
200 reasons to cheer! 👏 👏
Shubman Gill joins a very special list 👌 👌
Follow the match 👉 https://t.co/IQq47h2W47 #TeamIndia | #INDvNZ | @ShubmanGill pic.twitter.com/xsZ5viz8fk
— BCCI (@BCCI) January 18, 2023
ગિલની 145 બોલમાં બેવડી સદી
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 9 સિક્સર અને 19 ફોર ફટકારી હતી. શુભમન ગિલે 145 બોલમાં બેવડી સદી પૂર્ણ કરી હતી.
શુભમન ગિલના વન ડેમાં 1 હજાર રન પૂર્ણ
શુભમન ગિલે વન ડેમાં પોતાના 1000 રન પણ પુરા કરી લીધા છે. 23 વર્ષના શુભમન ગિલે માત્ર 19મી ઇનિંગમાં હજાર રન પુરા કર્યા હતા. ગિલ સૌથી ઓછી ઇનિંગમાં હજાર રન બનાવનાર સંયુક્ત રીતે વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. ગિલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. બાબર આઝમે 21 ઇનિંગમાં હજાર રન પુરા કર્યા હતા.
ફખર જમનના નામે રેકોર્ડ
મહત્વપૂર્ણ છે કે વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઓછી ઇનિંગમાં હજાર રન પુરા કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમનના નામ પર છે. ફખર જમને 18 ઇનિંગમાં હજાર રન પુરા કર્યા હતા. ગિલ સૌથી ઝડપી હજાર રન પુરા કરનાર ભારતીય બેટ્સમેન છે. ગિલે વિરાટ કોહલીને આ મામલે પાછળ છોડ્યો છે. વિરાટ કોહલીએ 24 ઇનિંગમાં હજાર રન પુરા કર્યા હતા. શુભમન ગિલની વન ડે ઇન્ટરનેશનલની શરૂઆતની 19 ઇનિંગમાં આ ત્રીજી સદી હતી. ભારતીય ખેલાડીઓમાં માત્ર શિખર ધવન (17) જ ગિલ કરતા ઓછી ઇનિંગમાં ત્રણ વન ડે સદી સુધી પહોચ્યા હતા.
Advertisement