Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > શુભમન ગિલે ખોલ્યા રાજઃ કયા ખેલાડીના કારણે ઓસીમાં તેના બેટે વરસી આગ

શુભમન ગિલે ખોલ્યા રાજઃ કયા ખેલાડીના કારણે ઓસીમાં તેના બેટે વરસી આગ

0
140

શુભમને ગિલે કહ્યું- બબ્બે વર્લ્ડકપ જીતાડનારા આ ખેલાડીએ મને નિખાર્યો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોતાના બેટથી ટીમ ઇન્ડિયાને ધમાકેદાર જીત અપાવનારા ઓપનર શુભમન ગિલે (Shubhaman Yuvraj) સફળતા અંગે રાજ ખોલ્યા છે. તેણે જણાવ્યું કે તેના સારા પરફોર્મ માટે ભારતને બબ્બે વર્લ્ડકપ જીતાડનારા હરફનમૌલા ખેલાડીને ક્રેડિટ આપ્યું છે.

ગિલને ઓસ્ટ્રેલિયન પ્રવાસે ઓપનર પૃથ્વી શો નિષ્ફળ જતા ટેસ્ટ ડેબ્યુની તક મળી હતી. જે તેણે આબાદ ઝડપી લઇ 3 ટેસ્ટના 6 દાવમાં 259 રન બનાવી દીધા. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેમાંથી સર્વોચ્ચ 91 રન તેણે બ્રિસ્બનની ઐતિહાસિક જીતમાં બનાવ્યા.

આ પણ વાંચોઃ સિરાજ, પંત અને ટીમ ઈન્ડિયા સહિત ઓસ્ટ્રેલિયન મીડિયાએ ગાબા ઉપર શું લખ્યું?

ગિલ સહિતના યુવાનોએ ઓસીને 33 વર્ષે ગાબામાં પછાડ્યું

આ યુવાન બેટ્સમેનને પોતાની પરફોર્મન્સથી સૌના દિલ જીતી લીધા. શુભમન (Shubhaman Yuvraj) સહિત યુવાન અને ટેસ્ટ મેચના બિન અનુભવી યુવાનોના સાહસને કારણે ભારતે ગાબા સ્ટેડિયમમાં 33 વર્ષથી ચાલ્યા આવતા વિજય રથને રોકી દીધો.

આ સીરિઝમાં શુભમને ઓપનિંગમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ જેવા ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલરોનો માત્ર સામનો જ ન કર્યો રન બનાવી તેમને રણનીતિ બદલવા મજબૂર પણ કરી દીધા.

શુભમન ગિલે હવે પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સનું ક્રેડિટ ટીમ ઇન્ડિયાના પૂર્વ હરફનમૌલા ખેલાડી યુવરાજ (Shubhaman Yuvraj)ને આપ્યું છે. યુવી તરીકે જાણીતા યુવરાજે ભારતને બબ્બે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચોઃ રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને કેપ્ટન બનાવ્યો, IPLની 8 ટીમોએ ખેલાડી રીલિઝ કર્યા

ગિલ અને યુવરાજ બંને પંજાબના ખેલાડી

શુભમન ગિલ અને યુવરાજ સિંહ (Shubhaman Yuvraj)બંને પંજાબના ખેલાડી છે. તેથી બંને એક બીજાને સારી રીતે ઓળખે છે. વળી બંને એકસાથે રણજી ટ્રોફીમાં પંજાબનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. યુવરાજ ગિલને નાનો ભાઇ માને છે.

શુભમને એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે યુવી પાજીની સાથે IPL પહેલાં કરવામાં આવેલું કેમ્પ બહુ મહત્વનું રહ્યું. આ કેમ્પમાં તેમણે મને ચિન મ્યુઝિકનો કઇ રીતે ફેસ કરવું તેના માટે તૈયાર કર્યો.

યુવી ગિલને 100થી વધુ શોર્ટ પિચ બોલ ફેંકતો Shubhaman Yuvraj news

શુભમને જણાવ્યું કે યુવરાજ સિંહ મને પ્રેક્ટિસમાં વિવિધ એંગલથી 100થી વધુ શોર્ટ પિચ બોલ ફેંકતા હતા. જેનાથઈ મને રમવામાં ઘણી મદદ મળી. જ્યારે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરવું બહુ મોટી વાત હતી. હું થોડો નર્વસ પણ હતો. પરંતુ દરેક ઇનિંગ બાદ મારી અંદર આત્મવિશ્વાસ વધતો ગયો.

બ્રિસ્બનમાં નર્વસ નાઇન્ટી અંગે ગિલે જણાવ્યું કે સદી બનાવવી મારા માટે બહુ મોટી સિદ્ધિ હોત. હું ક્રિઝ પર સેટ પણ થઇ ગયો હતો, મારે સદી પણ પુરી કરવી જોઇતી હતી. છતાં હું ખુશ છું કે ટીમની જીતમાં મારું યોગદાન રહ્યું.

આ પણ વાંચોઃ ગાબામાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આ જીત ખાસ કેમ છે 5 પોઈન્ટમાં સમજો

યુવીના બેટથી ગિલે કરી કમાલ

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયામાં જે બેટથી રમી રહ્યો હતો. તેને લઇ બહુ ચર્ચા થઇ રહી છે. કહેવાય છે કે ગિલ યુવરાજ (Shubhaman Yuvraj)ના બેટથી રમી રહ્યો હતો. તેનું કારણ પણ છે કે શુભમને ઓસ્ટ્રેલિયામાં જે બેટ યુઝ કર્યા તેના પર YouWeCan ફાઉન્ડેશન લખેલુ હતું. આ ફાઉન્ડેશન યુવરાજ સિંહનું NGO (બિન સરકારી સંગઠન) છે. જે કેન્સર પીડિતો મદદ કરે છે.

2011ના વર્લ્ડ કપ બાદ યુવરાજે અમેરિકામાં જઇ કેન્સરની સારવાર કરાવી હતી. ત્યાર તેણે યુવીકેન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે કેન્સર પીડિતોની દરેક પ્રકારે મદદ કરે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9