નવી દિલ્હી: દિલ્હીના છત્તરપુરમાં 6 મહિના પહેલા થયેલી હત્યા કેસમાં આરોપી આફતાબની ધરપકડ કરવામાં આવી છે. આફતાબ પર ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા અને લાશના કેટલાક ટુકડામાં કાપીને અલગ-અલગ જગ્યાએ ફેકી દીધા હતા. મૃતકના પિતા વિકાસ મદને FIRમાં જણાવ્યુ કે તે શ્રદ્ધા અને આફતાબના સબંધથી ક્યારેય ખુશ નહતા, તેમણે જણાવ્યુ કે શ્રદ્ધા તેની મરજી વિરૂદ્ધ જઇને આફતાબ સાથે રહેવા ગઇ હતી.
Advertisement
Advertisement
પિતાએ ફરિયાદમાં જણાવ્યુ, અમને 8-9 મહિના પછી ખબર પડી મારી દીકરી શ્રદ્ધા અને આફતાબ રિલેશનશિપમાં છે. શ્રદ્ધાએ પોતાની માતાને 2019માં જણાવ્યુ હતુ કે તેને આફતાબ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવુ છે. અમે ઇનકાર કર્યો હતો કારણ કે યુવક બીજા ધર્મનો હતો. અમારે ત્યા આંતરધાર્મિક લગ્ન નથી થતા. FIR અનુસાર માતા-પિતાના ઇનકાર કરવા પર શ્રદ્ધાએ કહ્યુ, હું 25 વર્ષની થઇ ગઇ છુ અને મને મારા નિર્ણય લેવાનો પુરો અધિકાર છે. આજથી હું તમારી દીકરી નથી, એમ સમજજો. પિતા અનુસાર, તેમણે શ્રદ્ધાને સમજાવી હતી પરંતુ તે માની નહતી.
પિતાએ કહ્યુ, મને તેના મિત્રો પાસેથી ખબર પડી કે તે બન્ને પહેલા નવા ગામ અને પછી વસાઇમાં રહ્યા હતા. શ્રદ્ધાએ અમને જણાવ્યુ હતુ કે આફતાબ તેની સાથે ઝઘડો અને મારપીટ કરે છે. એક મહિના બાદ ઘરે આવીને પણ તેને આ વાત કહી હતી. મે તેને પરત ઘરે આવવા કહ્યુ પરંતુ તે માની નહતી. તે બાદ મે તેની સાથે મહિનાઓ સુધી વાત કરી નહતી.
પિતા અનુસાર, 14 સપ્ટેમ્બરે શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણે શ્રદ્ધાના નાના ભાઇને જણાવ્યુ કે 2 મહિનાથી તેનો ફોન બંધ છે. તે બાદ તેને લક્ષ્મણ સાથે વાત કરી અને માનિકાપુર પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરીની મિસિંગ રિપોર્ટ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ખબર પડી કે શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હીના છત્તરપુરમાં રહેતી હતી.
લાશ રાખવા માટે ફ્રિઝ ખરીદ્યુ
રિપોર્ટ અનુસાર, પોલીસ પૂછપરછમાં આફતાબે જણાવ્યુ કે આ બન્ને વચ્ચે લગ્નને લઇને ઝઘડા થતા હતા. આરોપી આફતાબે જણાવ્યુ કે શ્રદ્ધા તેની પર લગ્નનું દબાણ બનાવતી હતી માટે તેને તેની હત્યા કરી નાખી હતી. પોલીસ અનુસાર, હત્યા બાદ આફતાબે શ્રદ્ધાના શબના 35 ટુકડા કર્યા હતા, તેને રાખવા માટે એક ફ્રિઝ ખરીદ્યુ હતુ. ધીમે ધીમે ટુકડામાં શબને ઠેકાણે લગાવ્યુ હતુ. તે રાત્રે 2 વાગ્યે પોતાના ઘરથી નીકળતો હતો. 18 દિવસ સુધી તે રોજ અલગ અલગ વિસ્તારમાં જઇને ટુકડા ફેકતો હતો.
Advertisement