બેંગકોક : થાઈલેન્ડમાં ગુરુવારે એક ડે-કેર સેન્ટરમાં ભૂતપૂર્વ પોલીસકર્મીએ કરેલા ગોળીબારમાં 34 લોકો માર્યા ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા તેની પત્ની અને બાળકની પણ હત્યા કરી હતી.
Advertisement
Advertisement
22 બાળકોના મૃત્યુનું કારણ બનેલા ભૂતપૂર્વ પોલીસકર્મીને ડ્રગ સંબંધિત કારણોસર સેવાઓમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ઓફિસર ઝિડાપા બૂન્સમે રોઇટર્સને જણાવ્યું કે જ્યારે બંદૂકધારી ડે કેરમાં આવ્યો ત્યારે બપોરના ભોજનનો સમય હતો અને લગભગ 20 બાળકો કેન્દ્રમાં હતા.
ઝિડાપાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ અગાઉ આઠ મહિનાની ગર્ભવતી શિક્ષક સહિત ચાર કે પાંચ કર્મચારીઓને ગોળી મારી હતી. પહેલા લોકોને લાગ્યું કે ફટાકડાઓ ફૂટી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં નોંગ બુઆ લામ્ફુના ઉત્તરપૂર્વ પ્રાંતના ઉથાઈ સાવન શહેરની મધ્યમાં લોહીથી લથપથ બાળકોના મૃતદેહને ઢાંકતી ચાદર બતાવવામાં આવી છે.
આ પણ વાંચો : મોહન ભાગવતના નિવેદનને મુસ્લિમ આગેવાનોનો ટેકો, પરંતુ વસ્તી નિયંત્રણના આંકડા શું કહે છે?
જોકે, હજું સુધી તે વીડિયોને પ્રમાણિત કરી શકાયો નથી. પોલીસે જણાવ્યું છે કે શૂટરને પકડવા માટે શોધ-ખોળ ચાલી રહી છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાને તમામ એજન્સીઓને ગુનેગારને પકડવા માટે સતર્ક કરી દીધી છે.
થાઈલેન્ડમાં બંદૂકની માલિકીનો દર અન્ય કેટલાક દેશો કરતાં વધુ છે. અહીં ગેરકાયદેસર હથિયારો પણ સામાન્ય છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં આવી મોટી ગોળીબાર ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ 2020માં પ્રોપર્ટી ડીલથી ગુસ્સે થયેલા સૈનિક દ્વારા ચાર જગ્યાએ ગોળીબારમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 57 ઘાયલ થયા હતા.
Advertisement