ટીમ ઈન્ડિયા T-20 વલ્ડ કપમાં સતત બે મચો હાર્યા બાદ લોકો ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટર બોલર શોએબ અખ્તરે પોતાની નારાજગી વ્યકત કરી છે. તેણે જણાવ્યું છે કે, ભારતીય ખેલાડીઓને ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટ રમવું છે કે, મેદાન પર તે અંગે વિચારવાની સલાહ આપી. શોએબ અખ્તર સિવાય શાહિદ આફ્રિદીએ પણ ટીમ ઈન્ડિયાની હાર પર ટ્વિટ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના ટ્વીટમાં કહ્યું કે ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંચવું હવે એક ચમત્કાર હશે.
શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, જેમ કે મેં મેચ પહેલા કહ્યું હતું અને લાંબા સમયથી કહી રહ્યો હતો કે જો ન્યુઝીલેન્ડ ટોસ જીતશે તો ભારત માટે તે ખૂબ મુશ્કેલ હશે, એવું જ થયું. આજે ભારતની ટીમ ખૂબ જ ખરાબ રીતે રમી અને તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. મને ક્યારેય લાગ્યું નથી કે તે કોઈપણ સમયે મેચમાં છે, તે ખૂબ જ દબાણમાં જોવા મળી હતી, ટીમ ઈન્ડિયાએ જે રીતે મેચ રમી તેનાથી ખૂબ જ દુઃખ થયું.
શાહિદ આફ્રિદીએ ભારત Vs ન્યુઝીલેન્ડ મેચ બાદ ટ્વીટ કર્યું, ભારત પાસે હજી પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની તક છે પરંતુ તેઓએ આ ઇવેન્ટમાં તેમની બે મોટી મેચ કેવી રીતે રમી છે, તેમને ચમત્કાર સિવાય ક્વોલિફાય થતા જોઈને કંઈ થશે નહીં. બાબર આઝમ એન્ડ કંપનીએ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું, પરંતુ કેન વિલિયમસનની ટીમે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને હરાવીને તેની બીજી મેચમાં વાપસી કરી લીધી છે.