Gujarat Exclusive > રાજનીતિ > PM મોદી એક ‘સક્ષમ’ નેતા પરંતુ તેમણે કરેલી ભૂલો કોણ સુધારશે?: શિવસેના

PM મોદી એક ‘સક્ષમ’ નેતા પરંતુ તેમણે કરેલી ભૂલો કોણ સુધારશે?: શિવસેના

0
673

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થવા પર શિવસેનાએ ભાજપ પર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સક્ષમ નેતા છે, પરંતુ 2016ની નોટબંધી અને લૉકડાઉન દરમિયાન જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તેમણે કેવી રીતે પાછા જીવતા કરી શકાશે?

શિવસેનાએ કહ્યું કે, ખોટી રીતે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન અને પ્રવાસી મજૂરો મામલે 1947ની આઝાદી દરમિયાન શરણાર્થીઓની યાદ અપાવે છે. “મોદી દેશના વડાપ્રધાન છે, તે દેશનું ભાગ્ય છે. તે દેશ અને અહીંની સમસ્યાઓને સમજે છે. તે સક્ષમ નેતા છે અને કોઈ પણ એવા નેતા નથી, જે તેમની સામે ઉભો રહી શકે.”

શિવસેનાએ મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે, મોદીએ વડાપ્રધાન તરીકે કેટલાક સારા નિર્ણયો કર્યાં છે, પરંતુ 60 વર્ષોમાં જે પ્રકારે કેટલીક ભૂલો થઈ, તેવી જ રીતે NDA સરકારના 6 વર્ષોમાં પણ ભૂલો તો થઈ છે જ. મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ વાળી ગઠબંધન સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારે દેશમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું અને ગરીબ પ્રવાસી મજૂરોને હાલાકીનો સામનો કરવો પડ્યો, તેણે આઝાદીના સમયની યાદ અપાવી દીધી.

શિવસેનાએ પૂછ્યું, આ ભૂલોને કોણ સુધારશે? ભારતનું સૌભાગ્ય છે કે, મોદી દેશના નેતા છે, પરંતુ નોટબંધી અને લૉકડાઉન દરમિયાન જેમણે પોતાના જીવ ગુમાવ્યા, તેમણે ક્યા અમૃતથી જીવિત કરી શકાશે? શિવસેનાએ ભાજપના એવા નેતાઓ પર પણ કટાક્ષ કર્યો, જેમણે કહ્યું છે કે, દેશમાં NDA સરકારના 6 વર્ષમાં જે કામ થયું, તે પહેલા ક્યારેય નથી થયું.

આ લેખમાં લખ્યું છે કે, જો ભાજપના નેતાઓનું માનીએ તો, આપણા દેશનો ઈતિહાસ માત્ર 6-7 વર્ષોનો જ છે. એવું લાગે છે કે, અગાઉ આ દેશ જ નહતો. કોઈ સ્વતંત્રતા સંગ્રામ નહતો, ત્યારનો સંઘર્ષ અને બલિદાન માત્ર ભ્રમ હતો. દેશની સામાજિક, વૈજ્ઞાનિક, સ્વાસ્થ્ય અને ઓદ્યોગિક ક્રાંતિ તમામ જૂઠ્ઠાણા છે. જો કે શિવસેનાએ કહ્યું છે કે, PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવી, ટ્રીપલ તલાકની પ્રથા નાબૂદ કરી અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરાવીને કેટલીક જૂની ભૂલોને સુધારી છે.

શિવસેનાએ આગળ જણાવ્યું કે, વીર સાવરકરનું અપમાન કરવાની ભૂલો છેલ્લા 60 વર્ષોમાં જરૂર થઈ, પરંતુ આ ભૂલને સુધારવા માટે સાવરકરને ભારત રત્ન આપવાનો નિર્ણય અગાઉના 6 વર્ષોમાં કેમ ના થયો? આ 6 વર્ષમાં જે થયું તે દુનિયા સમક્ષ છે.

લેખમાં આગળ જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા છતાં તનાવ ઓછો નથી થઈ રહ્યો. ભારત-ચીન સરહદ પર તનાવ વધી ગયો છે. નેપાળ જેવો દેશ પણ આપણી જમીન પર પોતાનો હક્ક જમાવી રહ્યો છે. જે આત્મનિર્ભર અને સશક્ત ભારતનો સંકેત નથી.

CAPF કેન્ટીન હાલ નહીં બને ‘સ્વદેશી’, વિદેશી વસ્તુઓ નહીં વેચવાના આદેશ પર સરકારનો યુ-ટર્ન