Gujarat Exclusive > દેશ-વિદેશ > શિવસેનાએ બાંધ્યા રાહુલ માટે ‘તારીફના પુલ’: ‘દિલ્હીના શાસકો રાહુલ ગાંધીથી ડરે છે’

શિવસેનાએ બાંધ્યા રાહુલ માટે ‘તારીફના પુલ’: ‘દિલ્હીના શાસકો રાહુલ ગાંધીથી ડરે છે’

0
97

શિવસેનાના મુખપત્ર સામનામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના ભરપેટ વખાણ

મુંબઇઃ એક સમયે ભાજપની સાથી રહેલી શિવસેના હવે તેને ટાર્ગેટ કરવાની કોઇ તક છોતી નથી. હવે તેણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે વખાણના પુલ બાંધી દીધા. એટલે સુધી કહી દીધું કે દિલ્હીમાં બેઠેલા શાસકો તેમનાથી ડરે છે. એક યૌદ્ધાથી શાસકો ડરે તે સારી વાત છે. Rahul Gandhi

શિવસેનાના મુખપત્ર સામનામાં ગુરુવારના અંકમાં તંત્રીલેખ છપાયો છે. જેમાં લખ્યું છે કે,

“દિલ્હીના શાસકોને રાહુલ ગાંધીથી ડર લાગે છે. જો એવું ના હોત તો બિનજરૂરી રીતે ગાંધી પરિવારને બદનામ કરવાનું સરકારી અભિયાન ચલાવવામાં આવ્યું નહોત.”

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હાલ શિવસેના-NCP અને કોંગ્રેસની યુતિ સરકાર છે. તેથી સાથી પક્ષના નેતાના ભરપૂર વખાણ કરવામાં આવ્યા. લેખમાં વધુમાં લખ્યું છે કે આ સારી વાત છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બનવા જઇ રહ્યા છે. Rahul Gandhi

રાહુલ ગાંધીને યૌદ્ધા ગણાવ્યા

સામનામાં લખાયું છે કે યૌદ્ધા ભલે એકલો રહે, તેનાથી તાનાશાહને ડર લાગે છે. એકલો યૌદ્ધા પ્રામાણિક હોય તો આ ડર 100 ગણું વધી જાય છે. રાહુલ ગાંધીનો ડર 100 ગણાવાળું છે. Rahul Gandhi

આ પણ વાંચો: ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ: DELF કન્સલ્ટિંગ કંપનીને 45 દિવસમાં રીવોક કરવા R&Bમાં કારસો

કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીનો વિકલ્પ નથી

તંત્રીલેખમાં વધુમાં લખવામાં આવ્યું છે કે એ બધાએ સ્વીકારવું જોઇએ કે ભાજપ પાસે નરેન્દ્ર મોદીનો વિકલ્પ નથી અને કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીનો વિકલ્પ નથી.” રાહુલ ગાંધી નબળા નેતા હોવાનો પ્રચાર કરવામાં આવ્યો છતાં હજુ પણ તેઓ ડટેલા છે અને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષી દળ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી ઊભો થઇ જશે. Rahul Gandhi

વિપક્ષ કેન્દ્રની તાનાશાહી સામે એક થાયઃ સંજય રાઉત

દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ રાહુલ ગાંધીની પ્રસંશા કરી. તેમણે કોંગ્રેસ નેતૃત્વના UPA ગઠબંધનનો વિસ્તાર કરવાનું આહવાન કર્યું છે. રાઉતે કહ્યું કે વિપક્ષે કેન્દ્રના તાનાશાહીપૂર્ણ વલણ સામે એકજૂથ થવું જોઇએ. તેમજ મોદીના નેતૃત્વવાળી સરકાર સમક્ષ એક મજબૂત વિકલ્પ તરીકે ઊભા થવું જોઇએ.

શિવસેના અને કોંગ્રેસ વચ્ચે એક પેચ

શિવસેના દ્વ્રારા રાહુલ ગાંધીના વખાણ છતાં બંને પક્ષો વચ્ચે એક પેચ ફસાયેલો છે. વાસ્તવમાં આગામી મહિને ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા શિવસેના ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માગે છે. પરંતુ કોંગ્રેસના ઘણા નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. Rahul Gandhi

સામનાના લેખ બાદ થઇ રહેલી અટકળો

સામનાના લેખ બાદ રાજકીય વર્તુળોમાં એવી અટકળો થઇ રહી છે કે શિવસેના રાહુલ ગાંધીના વખાણ કરી ઔરંગાબાદનું નામ બદલવાના મુદ્દે કોંગ્રેસને રાજી તો કરવા નથી માગી રહી ને? ગમે તે હોય તો સમય કહી દેશે. Rahul Gandhi

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9