મુંબઈ: મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા ચીનના મુદ્દે જ્યાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બચાવ કરતાં જોવા મળ્યા હતા, ત્યારે હવે વધુ એક ચોંકવાનાર રાજનીતિક ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં શિવેસનાએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં લખવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષના નેતા તરીકે સારૂ કામ કરી રહ્યાં છે. જે પ્રકારે તેમણે કોરનાને લઈને રાજ્ય સરકારની સ્વાસ્થ્ય સેવાઓને સંતોષજનક ગણાવી તેનાથી સરકાર અને દર્દીઓનું મનોબળ વધ્યું છે.”
આ પણ વાંચો: રેલવેના ₹ 471 કરોડના કોન્ટ્રાક્ટને રદ્દ કરવાના નિર્ણયને ચાઈનીઝ કંપનીએ કોર્ટમાં પડકાર્યો
‘સામના’ના સંપાદકીયમાં પૂર્વ CMના વખાણ કરતા કહેવામાં આવ્યું છે કે, “તાજેતરમાં તેમણે પોતાની પાર્ટીના નેતાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં જવાની સલાહ આપી હતી. જો કે ફડણવીસની આ નિવેદન પર સરાહના થવી જોઈએ, પરંતુ તેમને ટ્રોલ કરવામાં આવ્યા જે યોગ્ય નથી. તે વિપક્ષના નેતા તરીકે સારૂ કામ કરી રહ્યાં છે.
દેવેન્દ્ર ફડણવીસ કોરોના સંક્રમણ પર કાબૂ માટે ચલાવામાં આવી રહેલા અભિયાન અને રાહત કામોની દેખરેખ માટે સમગ્ર રાજ્યમાં ફરી રહ્યાં છે. હાલ જે પ્રકારે કામ થઈ રહ્યુ છે, તેનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે. ”
શિવસેના તરફથી કહેવામાં આવ્યું કે, સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની તેમની સલાહને સ્ટંટ ગણાવવામાં આવ્યો હતો. જ્યારે તેમને વિશ્વાસ છે કે, સરકારી સ્વાસ્થ્ય સેવાઓ જ સુરક્ષિત રહેશે. ફડણવીસે આ વિશ્વાસ સરકાર અને રોગીઓનું મનોબળ વધારવાનું છે.
સરકારના દાવા પોકળ: ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ વધારવા હાઈકોર્ટમાં પિટિશન