Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોંગ્રેસનું આ પ્રકારે પતન થવું લોકતંત્ર માટે યોગ્ય નથી: સંજય રાઉત

કોંગ્રેસનું આ પ્રકારે પતન થવું લોકતંત્ર માટે યોગ્ય નથી: સંજય રાઉત

0
51

 મુંબઈ/સુરત: ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશન પર પુન: કબ્જો જમાવ્યો છે. જ્યારે પહેલી વખત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીની પણ સુરતમાં એન્ટ્રી થઈ છે. બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે, તો સુરત મનપા તો કોંગ્રેસ મુક્ત જ થઈ ગઈ છે. Gujarat Corporation Election

ગુજરાત મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ શિવેસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. રાઉતે જણાવ્યું કે, સુરતમાં આમ આદમી પાર્ટીની જીત ચોંકાવનારી છે. હવે કોંગ્રેસને વિચારવું પડશે. આટલું જ નહીં, આપણે સૌ કોઈએ ગુજરાત મનપાની ચૂંટણીના પરિણામને લઈને વિચારવાની જરૂરત છે. Gujarat Corporation Election

કોંગ્રેસનું પતન લોકતંત્ર માટે શુભ સંકેત નહીં Gujarat Corporation Election
કોંગ્રેસ જેવી જૂની પાર્ટીને ગુજરાત અને અન્ય રાજ્યોની જનતાએ નકારી છે. કોંગ્રેસનું આ પ્રકારે પતન થવું લોકતંત્ર માટે શુભ સંકેત નથી. કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દા પર આત્મમંથન કરવાની જરૂરત છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ સંજય રાઉત સતત ભાજપને આડેહાથ લેતા આવ્યા છે. જો કે ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા બાદ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. આજ કારણે તેમણે વિપક્ષી નેતાઓને નવેસરથી રાજકીય રણનીતિ પર આગળ વધવાની સલાહ આપી છે. Gujarat Corporation Election

આ પણ વાંચો: રાજકોટમાં ભાજપને બહુમત અપાવનારા 3 વોર્ડમાં આજે પાણી નહીં  Gujarat Corporation Election

સુરત મહાનગર પાલિકાની 120 સીટો પર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતુ પણ નથી ખુલી શક્યું. જ્યારે તમામ બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોના સૂપડા સાફ થઈ ગયા છે. ભાજપે સૌથી વધુ 93 સીટો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો છે. પ્રથમ વખત ગુજરાતમાં કોર્પોરેશન ચૂંટણીના મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલીને મુખ્ય વિપક્ષ બનીને ઉભરી છે.

સુરત કોર્પોરેશનમાં ભાજપ ભલે બહુમતથી સત્તા પર કબ્જો જમાવી લીધો હોય. જો કે આપની એન્ટ્રીએ કોંગ્રેસની ઊંઘ ઉડાડી દીધી છે. સુરતમાં આપને સૌથી મોટો ફાયદો પાટીદાર સમાજ તરફથી મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. આમ છતાં તેમનો જાદૂ મતદારો પર ચાલી નથી શક્યો. Gujarat Corporation Election

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat