કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે પોલીસ વડા શિવાનંદ ઝાએ લાલ આંખ કરી છે. જો કે શહેરીજનો સાથે ગુજરાતના તમામ ગામડાઓમાં પણ લોકડાઉનનું ચુસ્ત પર્ણે અમલ કરવવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજયના તમામ ગામડાઓમાં પોલીસને બે શિફ્ટમાં ફરજ બજાવવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
રાજયમાં દિવસે દિવસે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા અને સાવચેતી રાખવા માટે સરકાર અને પોલીસ દ્વારા લોકોને વારવાર અપીલ કરવામાં આવી રહી છે અને કામ વગર ઘરની બહાર ન નિકળવા માટે લોકોને રોકવામાં પોલીસ ખડે પગે જોવા મળી રહી છે. જો કે શહેરમાં હજી પણ કેટલાક એવા લોકો છે જે લોકડાઉન હોવા છતા કોઈના કોઈ બહાને બહાર લટાર મારવા માટે નિકળી પડે છે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ આપી દીધા છે.
આ સાથે રાજયના તમામ ગામડાઓમાં વધી રહેલા કોરોનાના કહેરને જોતા લોકડાઉન કરવા માટે જણાવ્યું છે. તમામ ગામમાંથી કોઈ પણ માણસને બહાર ન નિકળવા અને બહારથી આવ્યા પછી પોલીસને જાણ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ગામમાં લોકો એક જ જગ્યાએ ભેગા ન થાય તે માટે પોલીસ 24 કલાક પેટ્રોલિંગમાં રહેશે. જો કે, કોઈ પણ માણસ ગામમાં બહારથી આવે તો તેને તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરી દેવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યકિતની મેડિકલ તપાસ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
છેલ્લા દિવસોમાં પોલીસ શક્તિથી કામ લેશે
ગ્રામ્ય વિસ્તારોમાં આ સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ તકેદારીનાં પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગની સુચના આપવામાં આવી છે. ગામડાઓમાં પણ કોઇ વ્યક્તિ શહેરમાંથી આવે તો તે ક્વોરોન્ટાઇન રહે અથવા તો ગ્રામલોકો તેને ક્વોરોન્ટિન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત બહારથી આવેલા લોકો ગામના લોકો કે વડીલોના સંપર્કમાં ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.
આ ઉપરાંત સતત ખડેપગે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની હેલ્થની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. દરેક પોલીસ કર્મચારીની તબિયત મોનિટર કરવામાં આવી રહી છે. વધારેને વધારે ડ્રોન અને સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ વગર બહાર ન નિકળવા અને વિવિધ પાસ અને પરમિટનો દુરઉપયોગ નહી કરવા સુચના છે. જો દુરૂપયોગ કરતા પકડાશે તો પાસ પરમિટ તો રદ્દ થશે જ પરંતુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
રાજયના ડીજીપીનો આદેશ: લોકડાઉનનાં છેલ્લા દિવસોમાં પોલીસ શક્તિથી કામ લેશે