Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી-પવાર વચ્ચેની બેઠક પછી શિવસેનાનો મોટો દાવો- પવાર બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

મોદી-પવાર વચ્ચેની બેઠક પછી શિવસેનાનો મોટો દાવો- પવાર બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

0
123

એનસીપીના પ્રમુખ શરદ પવાર અને પીએમ મોદી વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે ત્યારે શિવસેનાએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે, શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે દાવો કરી શકે છે.

શિવસેનાના સૂત્રોએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ પદ માટે એનસીપી પ્રમુખ દાવેદારી નોંધાવી શકે છે. પીએમ મોદી સાથે આ મુલાકાત ભવિષ્યની રણનીતિના સંદર્ભમાં થઈ હશે પણ આવુ કરીને પવાર મહારાષ્ટ્રમાં પોતાની શક્તિ ગુમાવશે. ભાજપ એનસીપીનો સફાયો કરી નાંખશે.

ભાજપ અને શિવસેના સાથે રહીને મહારાષ્ટ્રમાં આગળ વધી શકે છે. કારણકે બંને હિન્દુત્વની વિચારધારામાં માનનારા સંગઠનો છે. જ્યારે એનસીપી પ્રમુખને પણ ખબર છે કે, ભાજપ તેની નેચરલ પાર્ટનર બની શકે તેમ નથી.

શિવસેનાના સુત્રોનુ કહેવુ છે કે, મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યુ છે. એનસીપીના મંત્રીઓને આ સરકારમાં જેટલી છુટ મળી છે તેટલી બીજી કોઈ સરકારમાં મળી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat