Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ‘વિદ્યાર્થી સેના’ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઉપવાસનો કાર્યક્રમ

‘વિદ્યાર્થી સેના’ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઉપવાસનો કાર્યક્રમ

0
436

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં પોતાની વિવિધ માંગોને લઈને શિવસેનાની વિદ્યાર્થી પાંખ “વિદ્યાર્થી સેના” દ્વારા આવતી કાલે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કેમ્પસમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, સિન્ડિકેટ ચૂંટણી (Syndicate Election) માં સરકારના ધારાધોરણ મુજબ અનામતની નીતિની જોગવાઈનું પાલન કરવામાં આવે તેમજ, વિદ્યાર્થી સેનેટની ચૂંટણી (Election) યોજાયા બાદ જ સિન્ડિકેટની ચૂંટણીનું આયોજન કરવામાં આવે તે માટે “વિદ્યાર્થી સેના” દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે “વિદ્યાર્થી સેના”ના (Vidyarthi Sena) પ્રમુખ વિષ્ણુ દેસાઈને જણાવ્યું કે, તમામ વિદ્યાર્થીઓના વ્યાપક હિત માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં તમામ વિદ્યાર્થીને પધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: GUના સિન્ડિકેટ સભ્યપદ માટે ચૂંટણીની જાહેરાત