Gujarat Exclusive > રાજનીતિ > આજે બાલા સાહેબ હોત તો સરકારને કાન ખેંચીને સીધા રસ્તે લઈ આવત: સંજય રાઉત

આજે બાલા સાહેબ હોત તો સરકારને કાન ખેંચીને સીધા રસ્તે લઈ આવત: સંજય રાઉત

0
108

મુંબઈ: મહારાષ્ટ્રમાં જ્યારથી મહાવિકાસ અઘાડીની સરકાર બની છે, ત્યારથી શિવસેના (Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) મોદી સરકારની (Modi Government) આલોચના કરવા માટેની કોઈ તક છોડતા નથી. શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેની (Bal Thackeray) જયંતિના એક દિવસ પહેલા સંજય રાઉતે ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

શિવસેના (Shiv Sena) સાંસદનું કહેવું છે કે, દેશમાં આજે જે પ્રકારનો માહોલ છે, તેમાં બાલા સાહેબની (Bal Thackeray) સખ્ત જરૂરત હતી. સંજય રાઉતે (Sanjay Raut) શિવસેનાના મુખપત્ર (Shiv Sena Mouthpiece) સામનામાં (Saamana) પોતાના લેખમાં લખ્યું છે કે, ખેડૂતોના આંદોલનને (Farmers Protest) 60 દિવસ થઈ ચૂક્યાં છે અને હજુ સુધી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી.

રાઉતે (Sanjay Raut) લખ્યું કે, આ પ્રકારના માહોલમાં સરકારના કાન ખેંચીને સીધા રસ્તે લાવવા માટે આપણને બાલા સાહેબની (Bal Thackeray) જરૂરત હતી. આજે પણ તેમનું નામ સાંભળીને લોકોમાં જુસ્સો આવી જાય છે, કારણ કે તેમનામાં તે ચમત્કાર હતો કે, તેઓ કોઈ પણ મુદ્દે દેશને આંદોલિત કરી શકતા હતા. એવું નેતૃત્વ આજે જોવા નથી મળી રહ્યું.

આ પણ વાંચો: 2008થી પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતીની ‘વતન વાપસી’, ઢોર ચરાવતા ભૂલથી પાકિસ્તાન પહોંચ્યો

બાળ ઠાકરેનો શબ્દ જ ન્યાય
ગેટવે ઑફ ઈન્ડિયા નજીક કોલાબના પૉશ વિસ્તારમાં બાલ ઠાકરેની (Bal Thackeray) પ્રતિમાના વિરોધ અંગે રાઉતે (Sanjay Raut) કહ્યું કે, કેટલાક લોકો નથી ઈચ્છતા કે તેમની પ્રતિમા મૂકાય. તેઓ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો આધાર આપી રહ્યા છે. વિરોધ છતાં પ્રતિમાનું ઉદ્ઘાટન થયું.

બાળ ઠાકરે (Bal Thackeray) કોર્ટના આદેશોની ચિંતા જ નહતા કરતા. તેઓ ખુદ જ એક કોર્ટ હતા. એક વખત તેઓ પોતાની ખુરશી પર બેસી જાય, તો કોર્ટ શરૂ થઈ જતી હતી. તેમનો શબ્દ જ ન્યાય હતો.

રામ મંદિર પર શું લખ્યું સંજય રાઉતે?
શિવસેના (Shiv Sena) સાંસદે કહ્યું કે, ખરા રામ લોકોના હ્રદયમાં વસે છે, રામ મંદિરમાં (Ram Mandi) નહીં. જો રામ મંદિર અયોધ્યામાં નહીં બને, તો પણ લોકો ભગવાનને નહીં ભૂલે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9