Gujarat Exclusive > દેશ-વિદેશ > વિકાસ દુબેનાં એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવવા 8 પોલીસકર્મીઓની શહાદતનું અપમાનઃ શિવસેના

વિકાસ દુબેનાં એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવવા 8 પોલીસકર્મીઓની શહાદતનું અપમાનઃ શિવસેના

0
537
  • વિકાસ દુબે કોઇ સામાન્ય પોકેટમાર ન હોતો, એક ગેંગસ્ટર હતોઃ શિવસેના

  • લોકતંત્રનાં સંરક્ષક ભલે જે કહે પરંતુ જનતાએ એન્કાઉન્ટરનું સ્વાગત કર્યુંઃ શિવસેના

મુંબઇઃ શિવસેનાએ વિકાસ દુબેનાં એન્કાઉન્ટરને ખરું ગણાવ્યું છે. પોતાનાં મુખપત્ર સામનામાં લખેલા સંપાદકીયમાં કહ્યું કે, “જે લોકો પણ આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવી રહ્યાં છે તેઓ 8 પોલીસકર્મીઓની શહાદતનું અપમાન કરી રહ્યાં છે. આ સાથે તેમને લખ્યું કે, વિકાસ દુબેનાં એન્કાઉન્ટરથી માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, પરંતુ દેશભરની પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે.”

મહત્વનું છે કે ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે. તેનાં મોત બાદ દેશભરમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. દેશનાં અનેક લોકો અને નેતાઓ પણ આ એન્કાઉન્ટરને લઇને સવાલ ઉઠાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ 20 કિમી પહેલાં જ મીડિયાને અટકાવાયા, 10 મિનીટ બાદ જ વિકાસનું એન્કાઉન્ટર

એન્કાઉન્ટર પર સવાલ કેમ?

શિવસેનાનાં જણાવ્યાં અનુસાર, માનવતાવાદી અને લોકતંત્રનાં સંરક્ષક ભલે જે કહે તે પરંતુ જનતાએ આ એન્કાઉન્ટરનું સ્વાગત કર્યું છે. સામનામાં લખ્યું છે કે, “વિકાસ દુબે કોઇ સામાન્ય પોકેટમાર ન હોતો, પરંતુ તે એક ગેંગસ્ટર અને આતંકવાદી હતો. તે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે. આ એન્કાઉન્ટર પર સવાલ કેમ? એની પર સવાલ કરવો એનો અર્થ એ થયો કે આ હત્યાકાંડમાં પોતે શહીદ થનારા 8 પોલીસકર્મીઓની શહાદતનું અપમાન છે.”

વિકાસ દુબે કોઇ સંત-મહાત્મા કે સમાજસેવક ન હોતો

શિવસેનાનાં જણાવ્યાં અનુસાર આ એન્કાઉન્ટરને લઇને જબરદસ્તી લોકો શોર મચાવી રહ્યાં છે. સામનામાં તેઓએ વધુ લખ્યું છે કે, “આની પર આટલો શોક કેમ? વિકાસ દુબેનાં એન્કાઉન્ટરને વિશે કેટલાંક સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. તેમાં સચ્ચાઇ હશે પણ. પરંતુ તેનાં મોત બાદ માનવાધિકારવાદી જે પ્રકારે ગળું ફાડીને આક્રોશ કરી રહ્યું છે, તે સમજણથી બહાર છે. વિકાસ દુબે કોઇ સંત-મહાત્મા અથવા સમાજસેવક નથી. તે કોઇની સોપારી લઇને કીડા-મકોડાની જેમ લોકોની હત્યા કરનારો આરોપી હતો. જેથી અથડામણમાં ઠાર કરવામાં આવેલા વિકાસ દુબેનાં મોત પર આટલા હોબાળાની જરૂરિયાત નથી.”

પોલીસનું મનોબળ કમજોર ન કરો

સામનામાં તેઓેએ વધુમાં એમ પણ લખ્યું છે કે, “માનવતાવાદી અને લોકતંત્રનાં સંરક્ષક ઇચ્છે તે કહે પરંતુ જનતાએ આ એન્કાઉન્ટરનું સ્વાગત કર્યું છે. કેટલાંક તર્કવાદીઓનું કહેવું છે કે, જો વિકાસ દુબેને ભાગવું જ હતું તો તેને આત્મસમર્પણ કેમ કર્યું? લોકતંત્રમાં આ પ્રકારનાં સવાલ ઉઠાવવાની ભલે છૂટ હોય પરંતુ આવી વાત ના કરવી જોઇએ કે જેનાંથી પોલીસનું મનોબળ કમજોર એટલે કે નબળું પડી જાય.”

આ પણ વાંચોઃ ઈશરત જહાંથી વિકાસ દૂબે સુધી, આ છે દેશના સૌથી વિવાદિત એન્કાઉન્ટર