Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બોલતા BJP નેતા સાથે શિવસેનાના ગુંડાઓનો દુર્વ્યવહાર

ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બોલતા BJP નેતા સાથે શિવસેનાના ગુંડાઓનો દુર્વ્યવહાર

0
239

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવા પર ભારતીય જનતા પાર્ટીના નેતાને સ્યાહીથી ભરેલી બોટલથી નવડાવી દેવામાં આવ્યા. તેટલું જ નહીં ભાજપા નેતાને શિવસેના કાર્યકર્તાઓએ સાડી પણ પહેરાવી દીધી હતી. આ આખી ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, એક મોટી ઉંમરના બીજેપી નેતાને કેટલાક લોકો ઘેરીને ઉભા છે.

તે પછી ત્રણ લોકો અચાનક તેમના ઉપર સ્યાહી ભરેલી બોટલ ઠલવી દે છે. તે પછી લોકો બીજેપી નેતાનો હાથ પકડીને તેમને રસ્તા પર લઈને ચાલવા લાગે છે. થોડૂ ચાલ્યા પછી અન્ય લોકો પણ ત્યાં આવી જાય છે અને પછી બીજેપી નેતાને સાડી પહેરાવવામાં આવે છે. તે પછી અચાનક લોકોનો ટોળો તેમના પર હુમલો કરવા લાગે છે. આ ટોળામાં એક પોલીસ કર્મચારી પણ નજરે પડે છે. આ પોલીસ કર્મચારી ગમે તેમ કરીને બીજેપી નેતાને ટોળાની ચૂંગલમાંથી છોડાવવાની કોશિશ કરી રહ્યો હોય છે. જોકે, ટોળું બીજેપી નેતાને પોલીસવાળા પાસેથી છોડાવી લે છે અને ટોળું તેમના પર હાવી થઈ જાય છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયોને પ્રશાંત જગપાતે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર અપલોડ કર્યો હતો. પ્રશાંત જગપાતની ઓળખ શિવસૈનિકના રૂપમાં થઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat